કુંભઘાટ નજીક સર્જાય ગોઝારી ઘટના
ઈક્કો કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
કારમાં સવાર પાંચ લોકોના કરૂણ મોત
બે ઇજાગ્રસ્તો સારવાર હેઠળ ખસેડાયા
પોલીસે ઘટનામાં કાર્યવાહી હાથધરી
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ નજીક ઈક્કો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો.કપરાડા-નાનાપોઢા હાઈવે પર ઈક્કો કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા,જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો કપરાડા તાલુકાના આંબા જંગલ ગામના રહેવાસી હતા. તેઓ પોતાની ઈક્કો કારમાં સવાર થઈને કપરાડાથી નાનાપોંઢા તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન કુંભઘાટ નજીક ટ્રક સાથે તેમની ઈક્કો કારની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકો અને પોલીસની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.અને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.