વલસાડ : ડહેલી ખાતે રૂ. 13 કરોડના ખર્ચે નવા બનનાર 66 કેવી સબ સ્ટેશનનું ઉર્જા મંત્રીના હસ્તે ભૂમિપૂજન કરાયું...

આ સબ સ્ટેશનમાં કુલ ૧૧ કે.વી.ના ૫ ફીડરો હશે અને તે ૪૯૦૦ ચો.મી વિસ્તારમાં ઉભું કરવામાં આવશે. સબ સ્ટેશનથી કુલ ૬૯૭૨ વીજ ગ્રાહકોને લાભ મળશે.

New Update
વલસાડ : ડહેલી ખાતે રૂ. 13 કરોડના ખર્ચે નવા બનનાર 66 કેવી સબ સ્ટેશનનું ઉર્જા મંત્રીના હસ્તે ભૂમિપૂજન કરાયું...

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેલી ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી.(જેટકો)ના રૂ. ૧૩ કરોડના ખર્ચે નવા બનનારા ૬૬ કેવી સબ સ્ટેશનનું ૮મી ઓક્ટોબરના રોજ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

આ સબ સ્ટેશનમાં કુલ ૧૧ કે.વી.ના ૫ ફીડરો હશે અને તે ૪૯૦૦ ચો.મી વિસ્તારમાં ઉભું કરવામાં આવશે. સબ સ્ટેશનથી કુલ ૬૯૭૨ વીજ ગ્રાહકોને લાભ મળશે. આ સબ સ્ટેશનથી ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ઉચ્ચ ગુણવત્તાવાળો વીજ પૂરવઠો પ્રાપ્ત થશે. ભીલાડના સાંસ્કૃતિક ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમગ્ર દેશમાં વીજ ક્ષેત્રે ગુજરાત નંબર ૧ છે, એમ જણાવતા ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કુલ ૬૭ જેટલી વીજ કંપનીઓ કાર્યરત છે. તેના તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં આ બધી વીજ કંપનીઓમાંથી સર્વોચ્ચ ક્રમાંકે રહેલી પાંચ કંપનીઓમાં ગુજરાતની જ ચાર કંપનીઓ સ્થાન ધરાવે છે જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડે તો પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. આ સબસ્ટેશન દ્વારા અસપાસના વિસ્તારોને લાભ થશે તેમજ વીજ સમસ્યાઓનો ઉકેલ આવશે.