વલસાડ : અભ્યાાસ અને કારકિર્દીલક્ષી અદ્યતન માહિતી-માર્ગદર્શન માટે કોલ સેન્ટાર શરૂ કરાયું
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ સંચાલિત રોજગાર અને તાલીમ ખાતા દ્વારા વલસાડ જિલ્લાના રોજગાર વાંચ્છુગ ઉમેદવારો માટે અભ્યારસ અને કારકિર્દીલક્ષી અદ્યતન માહિતી અને માર્ગદર્શન માટે કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
BY Connect Gujarat5 July 2021 5:22 AM GMT

X
Connect Gujarat5 July 2021 5:22 AM GMT
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ સંચાલિત રોજગાર અને તાલીમ ખાતા દ્વારા વલસાડ જિલ્લાના રોજગાર વાંચ્છુગ ઉમેદવારો માટે અભ્યારસ અને કારકિર્દીલક્ષી અદ્યતન માહિતી અને માર્ગદર્શન માટે કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
કોરોના મહામારીના કારણે છેલ્લા ઘણા સમયથી અભ્યાાસલક્ષી તથા કારકિર્દીલક્ષી માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે રોજગારવાંચ્છુય ઉમેદવારોને ઘણી સમસ્યા સર્જાઈ હતી, ત્યારે હવે કોઈપણ સ્થાળેથી રોજગાર કચેરીનો ટેલીફોનીક સંપર્ક કરી શકે તે હેતુસર જિલ્લા રોજગાર વિનીમય કચેરીઓ ખાતે કોલ સેન્ટીર શરૂ કરવામાં આવ્યાે છે. જે ધ્યાકને લઇ વલસાડ જિલ્લાના રોજગારવાંચ્છુા ઉમેદવારોને રોજગાર ભરતી મેળા તથા અન્યગ રોજગારલક્ષી સેવાઓની સચોટ અદ્યતન માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે ૬૩૫૭૩૯૦૩૯૦ નંબર ઉપર કોલ કરવા વલસાડ જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.
Next Story