વલસાડ: સંઘપ્રદેશ દમણ દીવમાં કોંગ્રેસ થઇ સક્રિય,જય બાપુ,જય ભીમ,જય સંવિધાન અભિયાનની કરી શરૂઆત

સંઘપ્રદેશ દમણ દીવમાં કોંગ્રેસ ફરી એક વખત સક્રિય થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા પ્રદેશમાં જય બાપુ,જય ભીમ,અને જય સંવિધાન અભિયાનની શરૂઆત કરી છે.

New Update
  • સંઘપ્રદેશમાં કોંગ્રેસ થઇ સક્રિય

  • જય બાપુ,જય ભીમ,જય સંવિધાનની કરી શરૂઆત

  • કોંગ્રેસ દ્વારા મહિલા માટે કરવામાં આવશે કાર્યક્રમ

  • દેશના દરેક ખૂણે કોંગ્રેસ કાર્યકર્તાઓ કરશે પ્રચાર

  • ડો.બાબાસાહેબના અપમાનના વિરોધમાં પણ કરશે પ્રચાર

સંઘપ્રદેશ દમન દીવમાં કોંગ્રેસ પુનઃ સક્રિય થઇ છે,અને પ્રદેશમાં જય બાપુ,જય ભીમ,તેમજ જય સંવિધાન અભિયાનની શરૂઆત કરી છે.

સંઘપ્રદેશ દમણ દીવમાં કોંગ્રેસ ફરી એક વખત સક્રિય થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા પ્રદેશમાં જય બાપુ,જય ભીમ,અને જય સંવિધાન અભિયાનની શરૂઆત કરી છે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું  ભાજપે અપમાન કર્યું હોવાનો મુદ્દો બનાવી દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.જેના ભાગરૂપે હવે કોંગ્રેસ સંઘપ્રદેશમાં પણ આ અભિયાન શરૂ કરી છે. આવનાર છ મહિના બાદ દમણ દીવમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે.જેને ધ્યાને રાખી કોંગ્રેસ ફરી એક વખત સક્રિય થઈ રહી છે.

દમણ દીવ  પ્રદેશ કોંગ્રેસની એક બેઠક મળી હતી.જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી  માણેકરાવ ઠાકરે અને દમણ દીવ  કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલ સહિત પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ જિલ્લા પંચાયતને નગરપાલિકામાં પોતાના ઉમેદવારો ઉભા રાખશે તે અંગે પણ રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી. આમ લોકસભાની ચૂંટણી બાદ ફરી એક વખત કોંગ્રેસ પ્રદેશમાં સક્રિય થઈ રહી હોવાથી પ્રદેશનું રાજકારણ ફરી ગરમાયું છે.

Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.