/connect-gujarat/media/post_banners/7b9f2aa6fe2f667513ba12252cc5cfc9f59dee7e92123de034bd2dafd31b42fc.jpg)
વલસાડ શહેરના ખડકી ભગડા કુંભારવાડ વિસ્તારમાં 2 ઢોંગીઓએ એક પરિવારની મહિલાને આયુર્વેદિક દવા પીવડાવી 9 હજાર રૂપિયા ઉઘરાવી લીધા હતા. જોકે, ભોગ બનેલા અન્ય લોકોએ બન્નેને ઝડપી જાહેરમાં બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
વલસાડના ખડીક ભાગડા કુંભારવાડ નજીક રહેતા મુકેશ રાઠોડ અને તેમની પત્ની તન્વી રાઠોડને લગ્નજીવનના 17 વર્ષ બાદ પણ સંતાન પ્રાપ્તિ થઈ ન હતી. જેનો લાભ ઉઠાવી 2 ઢોંગીઓએ આ પરિવારને વિશ્વાસમાં લઇ આયુર્વેદિક દવા પીવડાવી સંતાન પ્રાપ્ત કરી આપવાનો દાવો કર્યો હતો. જેમાં દવા પીવડાવ્યા બાદ બન્ને ઢોંગીઓ પૈકીના વિજય વૈધરાજે 9 હજાર રૂપિયા ખંખેરી લીધા હતા.
જોકે, આ જ બન્ને ઢોંગીઓએ ગામના 5થી 6 પરિવાર પાસેથી અગાઉ અલગ અલગ રીતે પૈસા ઉઘરાવ્યા હતા. એટલું જ નહીં, લોકોને વિશ્વાસમાં લઇ તેમની પાસે પૌસ ન હોય તો ઘરેણાં વ્યાજે મુકાવી પૈસા પડાવતા હતા. જોકે, લોકોએ આ બન્ને ઢોંગીઓને ઓળખી જતાં તેમણે ઘેરી લઈ ઢોર માર માર્યો હતો. બનાવની જાણ થતાં જ સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત થયેલ બન્ને ઢોંગીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.