વલસાડ : NH-48 પર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ડ્રાઇવર કેબિનમાં ફસાયો, જુઓ LIVE રેસક્યું...

વલસાડ નજીક નેશનલ હાઇવે નં. 48 પર આઈશર ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આઈશર ટેમ્પો ચાલક ડ્રાઇવર કેબિનમાં ફસાઈ જતાં ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો.

New Update
  • વલસાડ હાઇવે પર ટેમ્પો-ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

  • ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટેમ્પો ડ્રાઇવર કેબિનમાં ફસાયો

  • ફાયર વિભાગે ભારે જહેમત બાદ ચાલકને બહાર કાઢ્યો

  • ઘટનાના પગલે મુંબઈ તરફના માર્ગ પર ટ્રાફિક જામ

  • ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનો હટાવવામાં આવ્યા

વલસાડ નજીક નેશનલ હાઇવે નં. 48 પર આઈશર ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આઈશર ટેમ્પો ચાલક ડ્રાઇવર કેબિનમાં ફસાઈ જતાં ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસારવલસાડ નજીક નેશનલ હાઇવે નં. 48 પર સુગર ફેક્ટરી નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં આઈશર ટેમ્પો ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા હાઇવે પર ઉભેલા ટ્રક સાથે અથડામણ થઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી હતી કેટેમ્પો ચાલક ડ્રાઇવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો. જેની વલસાડ રૂરલ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમને તરત જ જાણ કરવામાં આવી હતીત્યારે સ્થાનિકો અને વલસાડ ફાયર વિભાગે અંદાજે એક કલાકની જહેમત બાદ ચાલકને બહાર કાઢ્યો હતો.

108ની ટીમે ઘટનાસ્થળે ટેમ્પો ચાલકને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ ગંભીર ઈજાઓ સાથે તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મુંબઈ તરફના માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે ટ્રાફિક નિયંત્રણ કામગીરી કરી ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનો હટાવ્યા હતા.

Latest Stories