-
પારડી રેલવે સ્ટેશનના યાર્ડમાં લાગી આગ
-
યાર્ડના વેસ્ટના ઢગલામાં આગ લાગતા દોડધામ
-
ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ
-
ફોમ અને લેધરનાં જથ્થામાં લાગી હતી આગ
-
ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ
વલસાડ જિલ્લાના પારડી રેલવે સ્ટેશનના યાર્ડમાં આગ લાગી હતી. વેસ્ટના ઢગલામાં લાગેલી આગના પગલે દોડધામ મચી ગઈ હતી. વલસાડ જિલ્લાના પારડી રેલવે સ્ટેશનના યાર્ડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.ફોમ અને લેધરના વેસ્ટનો જથ્થો આગની ચપેટમાં આવી જતા નાસભાગ મચી ગઈ હતી.
રેલવે સૂત્રો દ્વારા ઘટના અંગેની જાણ વાપી અને પારડી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી,અને આગ પર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો,આ આગ કયા કારણોસર લાગી હતી તે તપાસનો વિષય બની ગયો હતો.