વલસાડ : પોતાની ઓળખ બદલી પત્રકાર બનીને ફરતો પત્નીનો હત્યારો પતિ 25 વર્ષે ઝડપાયો

વલસાડ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં પત્નીની હત્યાની ઘટનામાં 25 વર્ષે આરોપી પતિની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.

New Update
  • 25 વર્ષ પહેલા પત્નીની હત્યાનો ભેદ ઉકેલાયો

  • વાપીમાં પતિએ કરી હતી પત્નીની હત્યા

  • આરોપી નામ બદલીને પત્રકાર તરીકે કરતો હતો કામ

  • 25 વર્ષ જુના કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા

  • પોલીસે હત્યારા પતિની કરી ધરપકડ  

વલસાડ જિલ્લાના વાપીમાં એક દંપતિ વચ્ચે થયેલા ઝગડામાં પતિ પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.જોકે તે છેલ્લા 25 વર્ષથી પોતાની પત્નીની હત્યા કરીને મુક્તમને ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે.હત્યારો પતિ પોતાની ઓળખ છુપાવીને પત્રકાર તરીકે કામ કરતો હતો.

વલસાડ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં પત્નીની હત્યાની ઘટનામાં 25 વર્ષે આરોપી પતિની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.વલસાડ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી મીડિયા જગતમાં પોતે મોટો પત્રકાર હોવાનો દાવો કરતો આનંદ શુક્લા સાપ્તાહિક સમાચાર પત્ર ચલાવે છે.તો સાથે પોતાની એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે.વલસાડ શહેરમાં રોફ જમાવતો આ ઈસમ હાલ પોલીસ પાંજરે પુરાયો છે.વાપીમાં 25 વર્ષ પહેલા પ્રેમિલા યોગેશ શુક્લા નામની મહિલાની હત્યા થઈ હતી. વાપીના વટાર વિસ્તારમાં કોથળામાં આ મહિલાની લાશ મળી આવી હતી .જોકે આ મહિલાનો હત્યારો ઝડપાયો ન હતો. વાપી પોલીસે જે તે સમયે યોગેશ ધીરેન્દ્ર શુક્લાના વતન દેવપુરા ઉત્તર પ્રદેશ પણ તપાસ કરી હતી. પરંતુ ત્યાં પણ આરોપી ફરાર હતો. જો કે હવે 25 વર્ષ બાદ પ્રેમીલાનો હત્યારો પતિ યોગેશ શુક્લા ઝડપાય ગયો હતો.

વાપીમાં 25 વર્ષ પહેલા પ્રેમીલા શુકલાની હત્યા કરનાર યોગેશ શુક્લાએ નવું નામ ધારણ કરી આનંદ શુક્લા તરીકે વલસાડમાં જ રહેતો હતો. સામાન્ય રીતે કોઈ ગુનેગાર હત્યા જેવા સંગીન ગુનાને અંજામ આપી પોલીસથી નાસતો ફરતો હોય છે. પરંતુ યોગેશે આનંદ નામ ધારણ કરી પત્રકારનો રોફ જમાવી વલસાડ પોલીસની નાક નીચે બિન્દાસ રીતે ફરતો હતો. આનંદ શુક્લા છેલ્લા ઘણા સમયથી વલસાડ શહેરમાં જ રિપોર્ટિંગ કરી પોલીસ સાથે દોસ્તી પણ કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે આરોપી યોગેશ શુક્લાએ આનંદ શુક્લાનું નવું નામ તો ધારણ કર્યું છે,પરંતુ આધાર કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો અને પત્રકાર તરીકેના આઈકાર્ડમાં પોતાનું અસલ નામ ધારણ કર્યું હતું.જેને લઈને એલસીબી વલસાડ દ્વારા તપાસ હાથ ધરતા આનંદ શુક્લા જ યોગેશ શુક્લા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હાલ વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.

Latest Stories