/connect-gujarat/media/post_banners/0fe591a267e4949876a33907dd0fe3f534c6eb938138fd1a98d282413fb27903.jpg)
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી ગામે યુવકે જૂની અદાવતમાં યુવતીનું મોપેડ સળગાવવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે મરીન પોલીસે ફરિયાદના આધારે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ક્ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગત બુધવારની રાત્રિના 2:30 કલાકે કાલય ખોખર ફળીયામાં રહેતી હેતલ ગોવિંદ મીતના ઘરના આંગણામાં પાર્ક કરેલ મોપેડ કોઈક ઈસમે જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આગની જ્વાળા અને ધુમાડા જોઈ ઘરના સભ્યો અને પાડોશીઓએ દોડી આવી આગને વધુ ફેલાતા અટકાવી હતી. જોકે, CCTV ફૂટેજ જોતા આગ ચાપનાર ઈસમ પાલી કાદરિયા ફળિયાનો ધનેશ ઉર્ફે નયન નરસિંહ મિતના હોવાનું સ્પષ્ટ થતાં આરોપી વિરૂદ્ધ મરીન પોલીસને ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ફરિયાદીની બહેન સાથે થોડા મહિના પહેલા અણબનાવો બન્યો હોય જે અદાવતમાં આરોપીએ મોપેડ સળગાવવાનું કૃત્ય કર્યુ હોવાનું સામે આવ્યું છે.