વલસાડ : સાઉદી અરેબિયાથી લગ્નપ્રસંગમાં ઉમરગામ આવેલા બાળકનું અપહરણ, કૌટુંબિક મામા સહિત 2 શખ્સોની ધરપકડ

જમણવાર બાદ બાળક નહીં મળતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાળકનો ક્યાંય પતો ન લાગતા આખરે પરિજનોએ ભીલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

New Update
Advertisment
  • ઉમરગામ તાલુકાના ભીલાડ વિસ્તાર ચકચારી ઘટના

  • સાઉદી અરેબિયાથી લગ્નપ્રસંગમાં આવેલ બાળક ગુમ

  • વાપી નજીકથી બાળક અર્ધ બેભાન અવસ્થામાં મળ્યું

  • અપહરણની આશંકાએ પોલીસે હાથ ધરી હતી તપાસ

  • પોલીસે કૌટુંબિક મામા સહિત 2 શખ્સોની ધરપકડ કરી 

Advertisment

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ વિસ્તારમાં એક બાળકના અપરણના મામલે મોટો ખુલાસો થયો છે. સાઉદી અરેબિયાથી વલસાડ આવેલા બાળકનું અપહરણ કરનાર મામા અને તેના 2 સાગરીત વલસાડ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડમાં ગત તા. 23મી ડિસેમ્બરના રોજ એક મુસ્લિમ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. આ દરમિયાન લગ્નના જમણવારમાં મામાના ત્યાં મોસાળમાં લગ્ન પ્રસંગ માણવા આવેલું એક બાળક ગુમ થયું હતું. જમણવાર બાદ બાળક નહીં મળતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાળકનો ક્યાંય પતો ન લાગતા આખરે પરિજનોએ ભીલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

વલસાડ જિલ્લા પોલીસવડા ડોક્ટર કરણરાજ વાઘેલાની આગેવાનીમાં જિલ્લા પોલીસની 8થી વધુ ટીમો સર્ચ ઓપરેશનમાં લાગી હતી. આ દરમિયાન બાતમીના આધારે પોલીસે વાપી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દમણ ગંગા નદી કિનારે શોધખોળ હાથ ધરી હતી. આ સર્ચ ઓપરેશનમાં  ડ્રોન કેમેરાની મદદ પણ લેવામાં આવી હતી. આખરે 36 કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ બાળક એક ઝાડીમાંથી અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યું હતું.

જેથી પોલીસે અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકેબાળકની તબિયત જોતા તાત્કાલિક સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. માતા-પિતા સાથે લગ્નના થોડા દિવસ અગાઉ જ બાળક સાઉદી અરેબિયાથી ભીલાડ આવ્યું હતુંઅને લગ્નના જમણવાર દરમિયાન સગા સબંધીઓની હાજરીમાં જ તેનું અપહરણ થવાને કારણે અનેક રહસ્યો સર્જાયા છે.

આથી આરોપી સુધી પહોંચવા વલસાડ પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતાઅને લગ્ન પ્રસંગમાં આવેલા અન્ય સગા-સંબંધીઓની પણ પૂછપરછ કરી હતી. આસપાસના 70થી વધુ મકાનોમાં તપાસ કરતા અંતે આ મામલામાં પોલીસને સફળતા મળી છે. જેમાં અપહરણનો માસ્ટરમાઈન્ડ શાહબાઝ ખાન ઉર્ફે સોનું ફારુક ખાનની ઉત્તર પ્રદેશના આગ્રા-મથુરા નજીકથી ધરપકડ કરવામાં આવી છેજ્યારે મુંબઈના ઉમર ઉર્ફે મોનું જુબેર ખાન અને મહંમદ ઉમર ઉર્ફે સઉદ ફિરોઝ સલીમ કાઝી નામના 2 શખ્સોની પણ પોલીસે ધરપકડ કરી છે.

પોલીસે ત્રણેય આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા અપરણના ષડયંત્રનો સનસનીખેજ ખુલાસો બહાર આવ્યો હતો. જેમાં આરોપી શાહબાજ ખાન ઉર્ફે સોનું ફારુક ખાન ભોગ બનેલા બાળકનો કૌટુંબિક મામો હતોઅને આ મામા એ જ સાઉદી અરેબિયાથી લગ્ન માણવા આવેલા આ બાળકના પિતા પાસે લાખો રૂપિયાની ખંડણી માગવાના ઇરાદે તેના મુંબઈના 2 સાગરીતો સાથે મળીને ભાણેજના અપહરણનો પ્લાન બનાવ્યો હતો.

Advertisment

જોકેઅપહરણ કર્યા બાદ ગળું દબાવતા બાળક બેહોશ થઈ ગયું હતું. આથી બાળકને મૃત માની આરોપીઓ બાળકને વાપી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અવાવરુ જગ્યાએ ફેંકીને ફરાર થઈ ગયા હતા. આમ કૌટુંબીક મામાએ જ ભાણેજના પિતા પાસેથી મોટી ખંડણી પડાવવાના બહાને અપહરણનું ષડયંત્ર રચ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

Latest Stories