અબ્રામામાં બની ચોંકાવનારી ઘટના
લિવ ઈન રિલેશનશિપનો આવ્યો કરૂણ અંજામ
પુરુષ મિત્રએ કરી મહિલાની હત્યા
ઘરેલુ હિંસામાં મહિલાએ જીવ ગુમાવ્યો
પોલીસે આરોપી હત્યારાની કરી ધરપકડ
વલસાડના અબ્રામા વિસ્તારમાં લિવ ઇન રિલેશનશિપનો કરુણ અંજામ આવ્યો હતો. જમવાનું બનાવવાની બાબતમાં પુરુષ મિત્રએ જાહેરમાં મહિલાને માર મારીને મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયો હતો.પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી.
વલસાડના છેવાડે આવેલા અબ્રામાની નવીનગરીમાં રહેતા મનીષા કલ્પેશભાઈ કુકણાની હત્યા નિપજાવવામાં આવી હતી.મનીષા ફૂંકણાની તેમની જ સાથે ઘરમાં રહેતા તેમના પુરુષ મિત્રએ જ હત્યા કરી હતી. મનીષાબેન પરિણીત હતા.પરંતુ વર્ષ 2023માં તેમના પતિ કલ્પેશ કુમાર કુકણાનું અવસાન થયું હતું. અને મૃતક મહિલાને બે સંતાનો પણ હતા. જો કે તેઓ માતાથી અલગ રહેતા હોવાથી મનીષા કુકણા સાથી પુરુષ મિત્ર ભાવેશ રાઠોડ સાથે રહેતા હતા.
જોકે બંને વચ્ચે થયેલા રસોઈ બનાવવાની બાબતમાં થયેલા ઝઘડામાં આવેશમાં આવી ભાવેશ રાઠોડે મનીષાને બેરહેમી પૂર્વક જાહેર રસ્તા પર માર માર્યો હતો.તેથી ગંભીર ઇજાગ્રસ્ત થયેલી મનીષાનું મોત નિપજ્યું હતું. અને ઘટના સ્થળ પરથી ભાવેશ ફરાર થઇ ગયો હતો.ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગણતરીના સમયમાં જ હત્યારા આરોપી ભાવેશ રાઠોડની ધરપકડ કરી તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.