/connect-gujarat/media/post_banners/5c2a64aceaf973023a0527431460d8b197a2e5801a84e03d29859744523fa89f.jpg)
રાજય સરકાર ભલે ભ્રષ્ટાચારને અટકાવવા કડક પગલાં ભરી રહી હોવાનો દાવો કરી રહી હોય પણ કેટલાક અધિકારીઓ હજી ભ્રષ્ટાચારમાં લિપ્ત છે.
રાજય સરકાર દાવો કરી રહી છે કે તે ભ્રષ્ટાચાર નાબુદ કરવા પગલાં ભરી રહી છે પણ તમને રોજ એક લાંચિયા અધિકારી કે કર્મચારી વિશે જાણવા મળતું હોય છે. વલસાડ નગરપાલિકાના એંક્રોચમેન્ટ ઇન્સ્પેકટર મુન્ના ચૌહાણનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ લારીધારકો પાસેથી 2 થી 3 હજાર રૂપિયાનો હપ્તો લેતાં હોવાનો આક્ષેપ કરાયો છે. અર્જુન કુશવાહા નામના લારીધારકે અધિકારીની પોલ ખોલી છે. તો આવો સાંભળીએ ઓડીયો કલીપ.
વાયરલ થયેલી ઓડીયો કલીપમાં અધિકારી લારીધારકને એંક્રોચમેન્ટ હટાવવા મુદ્દે પણ આગોતરી જાણ કરવામાં આવશે તેમ કહી રહયાં છે. કનેકટ ગુજરાત આ ઓડીયો કલીપની અધિકારીક પુષ્ટિ કરતું નથી.. આ બાબતે અધિકારીનું શું કહેવું છે તે પણ જોઇએ.