વલસાડ : નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટના કન્સ્ટ્રક્શન માટે દબાણ હટાવવામાં આવતા વેપારીઓમાં આક્રોશ

વલસાડ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાકભાજી માર્કેટમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી,જેના કારણે વેપારીઓમાં પાલિકા તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.

New Update
  • નગરપાલિકા દ્વારા કાર્યવાહી

  • શાકભાજી માર્કેટમાં દબાણો હટાવ્યા

  • વેપારીઓમાં જોવા મળી નારાજગી

  • શાકભાજી માર્કેટનું શરૂ કરાશે કન્સ્ટ્રક્શન

  • માર્કેટ માટે યોગ્ય જગ્યા ફાળવવા વેપારીઓની માંગ 

વલસાડ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાકભાજી માર્કેટમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી,જેના કારણે વેપારીઓમાં પાલિકા તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.

વલસાડ નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે આ કામગીરીમાં અડચણ રૂપ શાકભાજીના વેપારીઓને પાલિકા તંત્ર દ્વારા અન્યત્ર ખસી જવા માટે જણાવવામાં આવ્યું હતું ,પરંતુ વેપારીઓ દ્વારા અન્ય જગ્યાની માંગ કરતા પાલિકા તંત્ર અને વેપારીઓ વચ્ચે પેચ ફસાયો હતો,જોકે આખરે નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાકભાજી માર્કેટના દબાણો હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.આ કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલ ગિનૈયા સહિત દબાણ શાખાની ટીમ તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહીને દબાણ હટાવવામાં આવ્યા હતા.આ કાર્યવાહી દરમિયાન શાકભાજીના વેપારીઓમાં પાલિકાની કામગીરી સામે નારાજગી જોવા મળી હતી.

Latest Stories