Connect Gujarat
ગુજરાત

વલસાડ : ઉમરગામમાં દર કલાકે એક ઇંચ વરસાદ, 12 ઇંચ વરસાદથી પાણી જ પાણી

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. વીતેલા 12 કલાકમાં સૌથી વધારે વરસાદ ઉમરગામ તાલુકામાં વરસ્યો છે.

X

વલસાડ જિલ્લામાં જન્માષ્ટમીની રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. વીતેલા 12 કલાકમાં સૌથી વધારે વરસાદ ઉમરગામ તાલુકામાં વરસ્યો છે. ઉમરગામમાં 12 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસ્યો હતો જેના પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વાપીમાં 6 ઈંચ, પારડીમાં 2 ઈંચ, કપરાડામાં 3 ઈંચ અને વલસાડમાં પોણા બે ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લામાં ખેતી માટે કાચા સોનારૂપી વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉમરગામના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં 366 જેટલા લોકોને સલામત સ્થળોએ સ્થળાંતરિત કરાયાં છે. ભારે વરસાદ અને પવનના કારણે દરિયો તોફાની બન્યો છે. કલેકટર ક્ષિપ્રા અગ્રેએ પણ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.

Next Story