વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.પી.એમ.મોદીએ વલસાડ જીલ્લામાં ભાજપની વિશાળ જનસભા સંબોધી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદીએ આજે વલસાડ જિલ્લાથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. વલસાડના નાના પોંઢામાં યોજાયેલી ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, મારી ABCDની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે. સાથે કહ્યું હતું કે, મારી પાસે ગુજરાત ભાજપ જેટલો સમય માગશે તે આપવા હું તૈયાર છું. નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ એના માટે મારે કામ કરવું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદી એટલે વિકાસનો પર્યાય. નરેન્દ્ર મોદી અને ભાજપ પર તમામને વિશ્વાસ છે. આદિવાસીઓ માટે મોદીએ ઘણા કામો કર્યા છે.કપરાડામાં શિક્ષણ માટે 4 કરોડના ખર્ચે હોસ્ટેલ બનાવી છે.