વલસાડ:કારમાં CNGના સિલિન્ડરમાં છુપાવીને લઈ જવાતા વિદેશી દારૂ સાથે પોલીસે પાંચ શખ્સોની કરી ધરપકડ

વલસાડથી વિદેશી દારૂના વહનની એક નવી તરકીબનો પોલીસે પર્દાફાશ કર્યો છે,કારમાં CNG સિલિન્ડરમાં વિદેશી દારૂ છુપાવીને લઈ જતાં પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

New Update
  • સુગર ફેક્ટરીના બ્રિજ પાસેથી ઝડપાયો વિદેશી દારૂ

  • CNG સિલિન્ડરમાંથી ઝડપાયો દારૂ

  • દારૂ દમણથી સુરત તરફ લઇ જવામાં આવી રહ્યો હતો

  • પોલીસે રૂ.7,800નો વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત

  • 5 શખ્સોની પોલીસે કરી ધરપકડ

Advertisment

વલસાડથી વિદેશી દારૂના વહનની એક નવી તરકીબનો પોલીસે પર્દાફાશ કર્યો છે,કારમાં CNG સિલિન્ડરમાં વિદેશી દારૂ છુપાવીને લઈ જતાં પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

31 ડિસેમ્બરની ઉજવણીમાં મોટા પાયે દારૂનું સેવન કરીને ઉજાણી કરવાની ફેશન બની ગઈ છેત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ આ બદીને ડામવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છેજોકે તેમ છતાં કેટલાક શાતીર બુટલેગરો પોલીસને ચકમો આપીને વિદેશીદારૂનું વહન કરવા માટેની તરકીબો અજમાવતા હોય છેપરંતુ પોલીસની બાજ નજરથી તેઓએ બચી શકતા નથી.

ત્યારે આવીજ એક ઘટના વલસાડથી પ્રકાશમાં આવી છે.વલસાડ રૂરલ પોલીસે સુગર ફેક્ટરીના બ્રિજ પાસેથી ઈક્કો કાર ઝડપી પાડી હતી,અને કારમાં તલાશી લેતા પોલીસને પ્રથમ દ્રષ્ટિએ કઈં જ નજરે પડ્યું નહોતું,પરંતુ પોલીસને સઘન તપાસ દરમિયાન કારના CNG સિલિન્ડર પર શંકા ગઈ હતી.અને સિલિન્ડર કાપીને તેમાં વિદેશી દારૂ છુપાવી બુટલેગર દ્વારા દારૂનું વહન કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું.CNGના સિલિન્ડરમાં વિદેશી દારૂ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી,પોલીસે રૂપિયા 7,800નો વિદેશી દારૂના જથ્થા સાથે  5 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસમાં આ વિદેશી દારૂનો જથ્થો દમણથી સુરત લઇ જવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું.

Latest Stories