-
મેન્ટર પ્રોજેક્ટ હેઠળ સીટી પોલીસની કાર્યવાહી
-
પ્રોપર્ટી ઓફેન્ડરની કરી ધરપકડ
-
2 આરોપીની ધરપકડ સાથે અપહ્યત બાળાને કરાવી મુક્ત
-
યુપીથી લગ્નની લાલચે બાળાનું કર્યું હતું અપહરણ
-
સીટી પોલીસે વધુ તપાસ શરૂ કરી
વલસાડ જિલ્લા પોલીસના મેન્ટર પ્રોજેક્ટ હેઠળ સીટી પોલીસે ઉત્તર પ્રદેશની એક અપહ્યત સગીર યુવતીને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી,અને બે આરોપીની ધરપકડ કરી હતી.
વલસાડ સીટી પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલા ગુનાના આરોપીઓ પૈકીના પ્રોપર્ટી ઓફેન્ડર રાજા રમેશ રાજભરને શોધી કાઢવા માટે પોલીસે પ્રયાસો શરૂ કર્યા હતા.જેમાં ઓફેન્ડર આરોપી રાજા રાજભર રહે મોરાવાડી હીરા ફેક્ટરી પાસે ઋષિકેશ એપાર્ટમેન્ટનો હોવાનું જાણવા મળ્યું હતું,અને રાજા તેની સાથે રવિકુમાર ખ્વાજા પોલીસને મળી આવ્યા હતા,પોલીસ તપાસમાં આરોપીઓ સાથે એક સગીર બાળા પણ મળી આવી હતી.અને પોલીસ તપાસમાં આ સગીર બાળાનું લગ્નની લાલચે યુપીથી અપહરણ કરીને લાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંને ઓફેન્ડર આરોપીની ધરપકડ કરીને સીટી પોલીસે કિશોરીને મુક્ત કરાવી યુપી પોલીસને જાણ કરવામાં આવી હતી.