વલસાડ : પારનેરા ડુંગર પર 4 મંદિરોમાં તસ્કરોનો હાથફેરો, CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ આરંભી...

તસ્કરોની તમામ કરતૂત મંદિરમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ જતા હાલ તો CCTV ફૂટેજના આધારે રૂરલ પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા પોલીસે કવાયત હાથ ધરી

New Update
  • પારનેરા ડુંગર પર 4 મંદિરોમાં તસ્કરોનો હાથફેરો

  • મંદિરમાં હાથ સફાયો કરી તસ્કરો થઈ ગયા ફરાર

  • ચાંદીના દાગીના-દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી

  • CCTV ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ આદરી

  • તસ્કરોનું પગેરું મેળવવા પોલીસે કવાયત હાથ ધરી 

વલસાડ નજીક પારનેરા ડુંગર પર આવેલા 4 મંદિરોમાં તસ્કરો હાથ સફાયો કરી ફરાર થઈ ગયા હતા. જોકે, CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.

વલસાડ નજીક પારનેરા ડુંગર પર આવેલા મંદિરમાં તસ્કરો ત્રાટકતા ચકચાર મચી જવા પામી છે. સુપ્રસિદ્ધ પારનેરા ડુંગર પર આવેલા 4 મંદિરોમાંથી તસ્કરો ચાંદીના દાગીના તેમજ દાનપેટીમાં રહેલ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકેતસ્કરોની તમામ કરતૂત મંદિરમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, ત્યારે હાલ તો CCTV ફૂટેજના આધારે રૂરલ પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કેમંદિરમાં ચોરી થતાં પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છેત્યારે પોલીસ પેટ્રોલીંગમાં વધારો થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Latest Stories