વલસાડ : ધોડીપાડા ખાતે નાણામંત્રીની ઉપસ્થિતિમાં 7મો સર્વજાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો...

નાણામંત્રી કનુ દેસાઈએ છેલ્લા 7વર્ષથી સમૂહલગ્ન જેવા ખૂબ જ મહત્વના સેવાકાર્યમાં આયોજન બદલ ધારાસભ્યશ્રી રમણ પાટકર અને એમના સહયોગીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું

વલસાડ : ધોડીપાડા ખાતે નાણામંત્રીની ઉપસ્થિતિમાં 7મો સર્વજાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો...
New Update

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ અને અન્ન નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક મંડળ ઉમરગામ દ્વારા આયોજિત 7મો સર્વજાતિ સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં ૫૫ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

નાણામંત્રી કનુ દેસાઈએ છેલ્લા 7વર્ષથી સમૂહલગ્ન જેવા ખૂબ જ મહત્વના સેવાકાર્યમાં આયોજન બદલ ધારાસભ્યશ્રી રમણ પાટકર અને એમના સહયોગીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, કન્યાદાન એ શ્રેષ્ઠ દાન કહેવાયું છે અને રમણભાઈ પાટકર આ કાર્ય છેલ્લા સાત વર્ષથી કરી રહ્યા છે અને હજુ પણ આવતા સમયમાં વર્ષો વર્ષ આ કાર્ય કરતા રહી સમાજની અપ્રતિમ સેવા કરતા રહે એવા અભિનંદન આપ્યા હતા. તેમજ નવદંપતી ઓને જીવનપર્યત સુખશાંતિનાં આશીર્વાદ આપ્યા હતા. નવદંપતીઓને સુખમય જીવનના આશીર્વચન આપતા મંત્રીશ્રી ભિખુસિંહએ કહ્યું હતું કે, ગરીબ વધુ ગરીબ ન બને અને સામાજિક રિવાજોમાં જે ખર્ચાઓ થાય છે તેમાંથી બહાર આવવા માટે સમૂહલગ્નોની ખૂબ જ જરૂર છે. સમૂહલગ્ન કરાવવા એ ખૂબ જ મોટું કાર્ય છે કોઈ સામાન્ય બાબત નથી. તેથી આ કાર્ય કરવા બદલ રમણ પાટકરને અભિનંદન આપ્યા હતા. ઉમરગામ ધારાસભ્ય અને સમૂહલગ્નના મુખ્ય આયોજક રમણલાલ પાટકરે ઉપસ્થિત સૌ મુખ્ય મહેમાનોનો આભાર માનતા કહ્યું હતું કે, જે લોકો લગ્નના ખર્ચાઓ કરી શકતા નથી મુખ્યત્વે તેઓ માટે આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. ઉપસ્થિત મહેમાનો અને સમાજસેવી દાતાઓને કારણે જ સમાજ સેવાનું આ કામ શક્ય બન્યું છે. ભવિષ્યમાં પણ દરેકની મદદથી આ કાર્ય કરતા રહીશું. આયોજકો દ્વારા નવપરણિત યુગલોને જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ જેવી કે, કબાટ, પલંગ, સોનાની કાનની બુટ્ટી, નથણી, પાયલ, મંગલસૂત્ર, રામાયણ, કિચન સેટ, ઘડિયાળ, સિલિંગ ફેન, વાસણો, સહિત ૩૮ વસ્તુઓ કરિયાવરમાં તરીકે ભેટમાં આપી હતી. વર-કન્યાના લગ્નના જોડા અને મંગલસૂત્ર પણ સાંસ્કૃતિક મંડળ દ્વારા જ પુરા પાડવામાં આવ્યા હતા. તેમજ સૌ મહેમાનોના હસ્તે આશાવર્કર બહેનોને સાડી પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Valsad #Sarvajati group #marriage festival #Samuh Lagn #finance #Weddings
Here are a few more articles:
Read the Next Article