વલસાડ : શાક માર્કેટ માટે શહેરના મધ્યમાં જગ્યા ફાળવવા માટે વેપારીઓની માંગ,પોલીસે અટકાવી રેલી

રેલી યોજાઈ ત્યાર પહેલા પોલીસ સ્થળ પર પહોંચીને આ રેલીને અટકાવી દીધી હતી.જેના કારણે શાકભાજીના વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી,અને વેપારીઓ પોતાની માંગ પર અડગ રહ્યા

author-image
By Connect Gujarat Desk
New Update
  • શાક માર્કેટ માટે જગ્યા ફાળવણીનો મુદ્દો

  • વેપારીઓ દ્વારા રેલીનું કરાયું હતું આયોજન

  • કલેકટર કચેરી સુધી યોજાવાની હતી રેલી

  • શહેરના મધ્યમાં માર્કેટ માટે જગ્યાની કરી રહ્યા છે માંગ

  • રેલી યોજાય ત્યાર પહેલા જ પોલીસે વેપારીઓને અટકાવ્યા 

વલસાડમાં શાકભાજી માર્કેટ માટે જગ્યા ફાળવણી મુદ્દે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે,અને વેપારીઓ દ્વારા પોતાની માંગ મુદ્દે જિલ્લા કલેકટર કચેરી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,પરંતુ રેલી યોજાય ત્યાર પહેલા જ પોલીસે રેલી અટકાવી દીધી હતી.

વલસાડમાં થોડા સમય અગાઉ શાકમાર્કેટ હટાવવા મુદ્દે વેપારીઓ અને તંત્ર વચ્ચે ચકમક સર્જાઈ હતી.જોકે ત્યાર બાદ જિલ્લા કલેકટર દ્વારા શાકમાર્કેટ માટે અન્યત્ર જગ્યા ફાળવવામાં આવી હતી. જોકે શાકભાજીના વેપારીઓએ જિલ્લા કલેકટરનો આ પ્રસ્તાવ અસ્વીકાર કરીને શાક માર્કેટ માટે શહેરના મધ્યમાં જગ્યા ફાળવવા માટે માંગ કરી રહ્યા છે, ત્યારે શાકભાજીના વેપારીઓએ એકત્ર થઈને જિલ્લા કલેકટર સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જોકે રેલી યોજાઈ ત્યાર પહેલા પોલીસ સ્થળ પર પહોંચીને આ રેલીને અટકાવી દીધી હતી.જેના કારણે શાકભાજીના વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી,અને વેપારીઓ પોતાની માંગ પર અડગ રહ્યા હતા.

Latest Stories