વલસાડ : ઉમરગામ GIDCમાંથી રૂ. 25 કરોડના ડ્રગ્સ સાથે 3 શખ્સોની ધરપકડ કરાય...

વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCમાં DRIએ સપાટો બોલાવી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. DRIએ સ્થળ પરથી અંદાજે રૂ. 25 કરોડની કિંમતના 17.330 કિલો MD ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સોને દબોચી લીધા હતા.

New Update

ઉમરગામ GIDCમાં DRI દ્વારા બોલાવાયો સપાટો

DRIએ નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો

ફેક્ટરીમાં MD ડ્રગ્સ બનાવવાની ચાલતી પ્રોસેસિંગ

અંદાજે રૂ. 25 કરોડનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો

17.330 કિલો MD ડ્રગ્સ 3 શખ્સોની ધરપકડ કરાય

વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCમાં DRIએ સપાટો બોલાવી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. DRIએ સ્થળ પરથી અંદાજે રૂ. 25 કરોડની કિંમતના 17.330 કિલો MD ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સોને દબોચી લીધા હતા.

વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCના સેકન્ડ ફેસમાં 404 નંબરના પ્લોટમાં ચાલતી એક ફેક્ટરીમાં MD ડ્રગ્સ બનાવવાના મસમોટા રેકેટનો DRIએ પર્દાફાશ કર્યો છે. આ કેસમાં અત્યાર સુધી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. DRIએ ધરપકડ બાદ રેકેટના માસ્ટર માઈન્ડ વિક્રાંત પટેલ ઉર્ફે વિકીટેકનીશિયન કલ્પેશ ડોડીયા અને કર્મચારી અજય કુમાર મહાતો નામના આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આથી આ રેકેટના મૂળ સુધી પહોંચવા DRIએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કેછેલ્લા કેટલાક સમયથી દેશમાં નશાના કાળા કારોબારના કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે. આ દરમિયાન બાતમીના આધારે DRIએ પૂરી તૈયારી સાથે ઉમરગામ GIDCમાં સૌરભ ક્રીએશન નામથી ચાલતી એક ફેક્ટરી પર રેડ કરી હતી. આ દરમિયાન ફેક્ટરીમાં સાધનો ગોઠવી કેમિકલ પ્રોસેસિંગ ચાલી રહ્યું હતું. સ્થળ પર હાજર 3 આરોપીઓની પૂછપરછ કરતા ફેક્ટરીમાં MD ડ્રગ્સ બનાવવાનું પ્રોસેસિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન DRIએ સ્થળ પરથી અંદાજે 25 કરોડ રૂપિયાની કિંમતના 17.330 કિલો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી ત્રણે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Latest Stories