વલસાડ : જીવના જોખમે કુવામાં ઊંડે ઉતરીને પાણી મેળવતી ઘોટવળ ગામની મહિલાઓ...

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઘોટવળ ગામે ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની મોકાણ મંડાઇ છે.

New Update
વલસાડ : જીવના જોખમે કુવામાં ઊંડે ઉતરીને પાણી મેળવતી ઘોટવળ ગામની મહિલાઓ...

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઘોટવળ ગામે ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની મોકાણ મંડાઇ છે. અહીની મહિલાઓને જીવના જોખમે કુવામાં ઊંડે ઉતરીને પાણી મેળવવાનો વારો આવ્યો છે.

Advertisment

દક્ષિણ ગુજરાતમાં ચોમાસા દરમ્યાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 125 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ ઉનાળો આવતાની સાથે જ કપરાડા તાલુકામાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. કપરાડા તાલુકાના પહાડી વિસ્તારમાં આવેલ ઘોટવળ ગામના મૂળગામ ફળીયાના લોકોએ ઉનાળામાં સર્જાતી પાણીની સમસ્યા દૂર કરવાની માંગ ઉઠી છે. મહત્વનું છે કે, પાણી પુરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રી જીતુ ચૌધરીના વિસ્તારમાં જ મહિલાઓ જીવના જોખમે ઉજાગરા કરીને એક ટીપું પાણી માટે વલખા મારી રહી છે.

સુલીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ ઘોટવળ ગામે મૂળગામ ફળીયામાં ઉનાળો શરૂ થતાં જ પાણીની મોકાણ મંડાઇ છે. અહી વહેલી સવારથી જ આખું ગામ પાણી ભરવા માટે જાગે છે. મહિલાઓને એક બેડું પાણી ભરવા કલાકો સુધી કુવા ઉપર બેસી રહેવું પડે છે. સાથે જ મહિલાઓને જીવના જોખમે કુવામાં ઉતરવાની પણ ફરજ પડે છે. ઉપરાંત પશુ અને ઢોરઢાંખર માટે પણ પીવાનું પાણી મળતું નથી, ત્યારે હવે અહીના તરસ્યાઓની તરસ છુપાવવા માટે સરકાર દ્વારા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિક મહિલાઓએ માંગ કરી છે.

Advertisment