Connect Gujarat
ગુજરાત

હવે વિજય રૂપાણી અને નિતિન પટેલને સોંપાઈ આ મોટી જવાબદારી !

હવે વિજય રૂપાણી અને નિતિન પટેલને સોંપાઈ આ મોટી જવાબદારી !
X

શપથવિધિ માટે રૂપાણી, નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલને ફોન કરવાની જવાબદારી આપવામાં આવી છે. નવા મંત્રીઓને ટેલિફોનિક જાણ કરવા માટે ઝોન વાઇસ જવાબદારી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છના મંત્રીઓને ફોન કરવાની જવાબદારી રૂપાણીને સોંપાઇ છે જ્યારે મધ્ય-ઉત્તર ગુજરાતના મંત્રીઓને નીતિન પટેલ ફોન કરશે તથા દ.ગુજરાતના નવા મંત્રીઓને પાટીલ ટેલિફોનિક જાણ કરશે. અચાનક જ મંત્રી મંડળ શપથવિધિનો કાર્યક્રમ રદ્દ કરી દેવાતા ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો, 15 સપ્ટેમ્બરના રોજ 4.20 કલાકે નો રિપિટેશનના નિર્ણય આધારે મંત્રીઓનો શપથ કાર્યક્રમ યોજાવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતાં ગુરુવારે એટલે કે આવતીકાલે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે, નો રિપિટેશનના નિર્ણયને મોવડી મંડળે વધાવ્યો છે. જૂના મંત્રીઓને નવા મંત્રી મંડળમાં સ્થાન નહીં મળે. પોલીસને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ ગઈ છે.

Next Story