વલસાડ: મોગરાવાડીમાં ભારે  વરસાદને કારણે દીવાલ ધરાશાયી,બે કાર અને ત્રણ બાઇકને નુકસાન

વલસાડ ના મોગરાવાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી,જેના કારણે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

author-image
By Connect Gujarat
New Update

વલસાડ ના મોગરાવાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી,જેના કારણે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સર્જાયેલી ઘટનામાં  કાર અને બાઇકને ભારે નુકસાન થવા પામ્યું હતું.

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે.જેના કારણે શહેરમાં આવેલ જર્જરીત મકાનો પડવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે.વલસાડ ના મોગરાવાડી વિસ્તારમાં આવેલ દેસાઈ ફળિયામાં એક મકાનની દિવાલ ધરાશાયી થવા પામી હતી.ધડાકાભેર તૂટી પડેલ દિવાલના કારણે નીચે પાર્ક કરેલ બે કાર અને ત્રણ બાઇકને નુકસાન થવા પામ્યું હતું.જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
ઘટનાને પગલે  નગરપાલિકા ના ફાયર વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને દિવાલ ના કાટમાળ નીચે દબાયેલા બાઈક અને કાર બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી સાથે જ સ્થાનિક પૂર્વ કોર્પોરેટરો સહિત આગેવાનો દ્વારા સ્થળ પર પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. 
Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.