દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો, વલસાડ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો

ગુજરાતમાં ઠંડીની હજુ તો શરૂઆત થઈ છે ત્યાં જ કમોસમી વરસાદે પણ દસ્તક દીધી છે. આજે સવારે વલસાડ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો.

New Update
a

ગુજરાતમાં ઠંડીની હજુ તો શરૂઆત થઈ છે ત્યાં જ કમોસમી વરસાદે પણ દસ્તક દીધી છે. આજે સવારે વલસાડ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો.

વલસાડ જિલ્લા ધરમપુરગોરખડામોહપાડાઆવધારાજપુર સહિતના આંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વલસાડમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. માવઠાના લીધે શિયાળુ પાક સહિત કેરીચીકુના પાકને પણ નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાતે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું કેઅરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત 15મી થી 17મી ડિસેમ્બરના રોજ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે.16 થી 20 ડિસેમ્બરના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે.