‘કોને પૂછીને બિલ ઉધરાવવા આવ્યા છો’ : કહી સુરેન્દ્રનગરમાં વીજબિલ ઉઘરાવવા ગયેલા PGVCLના લાઇનમેન પર હુમલો…

વઢવાણ તાલુકાના રતનપર વિસ્તારમાં વીજબિલ ઉઘરાવવા ગયેલા PGVCLના લાઈનમેન પર હુમલો થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

‘કોને પૂછીને બિલ ઉધરાવવા આવ્યા છો’ : કહી સુરેન્દ્રનગરમાં વીજબિલ ઉઘરાવવા ગયેલા PGVCLના લાઇનમેન પર હુમલો…
New Update

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રતનપર વિસ્તારમાં વીજબિલ ઉઘરાવવા ગયેલા PGVCLના લાઈનમેન પર હુમલો થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના જોરાવરનગર પોલીસ મથકે PGVCL જોરાવરનગર સબ ડિવિઝનલ નાયબ ઇજનેર બાબુ પ્રજાપતિએ ફરજ પર રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓના લાઇનમેન સંજય મહેતાને રતનપર વિસ્તારમાં બાકી લેણા ઉઘરાણી માટે મોકલ્યા હતા. તેઓ રતનપર ઉમિયા ટાઉનશિપ-3માં વિજ ગ્રાહક પાસે વીજબીલના નાણા લેવા ગયા હતા, જ્યાં વીજ ગ્રાહકે નાણાં આપવાની ના પાડતા કનેક્શન કાપી નાંખ્યુ હતું. બાદમાં અન્ય વીજ ગ્રાહક પાસે જતા તેઓ ઓનલાઇન ભરી દેશે તેમ જણાવી બિલ ભરવાની ના પાડી હતી. આથી ત્યાંથી નીકળ્યા બાદમાં વાનમાં અજાણ્યો શખ્સ આવી ‘કોને પૂછી ઉમિયા ટાઉનશિપમાં બિલ ઉધરાવવા આવ્યા છો’ કહી કારમાં બેસવા કહ્યું પણ લાઇનમેને ના પાડતા માર મારી વીજ ગ્રાહકનું વીજ કાપ્યા અંગે વધુ મારવાની ધમકી આપી હતી, ત્યારે હાલ તો ઇજાગ્રસ્ત લાઇનમેનને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે આ મામલે જોરાવરનગર સબ ડિવિઝનલ નાયબ ઇજનેરે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#collect #India #lineman #Attack #CGNews #PGVCL #Beaten #electricity bill #Surendranagar #Gujarat
Here are a few more articles:
Read the Next Article