નર્મદા ડેમના પાણી મહત્તમ સપાટી સુધી પહોંચવામાં માત્ર 7 સેમીની દુરી પર, નવા નીરના થશે વધામણા

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક થતાં મહત્તમ જળ સપાટીએ પહોંચવાની સમીપ છે

New Update

સરદાર સરોવર નર્મદા ડેમના પાણી મહત્તમ સપાટીને સમીપ 

ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર 

હાલમાં ડેમમાં પાણીનું લેવલ 138.61 પહોંચ્યું 

ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવકમાં વધારો 

ડેમામાં નવા નીરનાં CM દ્વારા વધામણા કરવામાં આવે તેવી શક્યતા

નર્મદા,ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા 

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક થતાં મહત્તમ જળ સપાટીએ પહોંચવાની સમીપ છે,માત્ર 7 સેમીની દુરી બાકી રહેતા પાણીના વધામણા કરવાની તૈયારીઓ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતની જીવાદોરી સમાન અને નદીઓને પાણીથી તરબોળ કરતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે,ઉપરવાસમાં વરસેલા વરસાદ અને પાણીની આવક થતા ડેમની જળ સપાટી વધી રહી છે,જોકે હાલમાં ડેમની જળ સપાટીમાં બે કલાકમાં 1 સેમીનો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે,જ્યારે નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે, અને હાલમાં ઉપરવાસમાંથી 81,508 ક્યુસેક પાણીની આવક છે,અને જાવક  72,201 ક્યુસેક નોંધાઈ છે,જેને પગલે ડેમની જળ સપાટી 138.61 મીટર સુધી પહોંચી છે,જે ડેમની મહત્તમ સપાટી કરતા માત્ર 7 સેમીની દુરી પર છે.અને નર્મદા ડેમના 3 દરવાજા 1.30 સેન્ટિમીટર સુધી ખોલવામાં આવ્યા છે,જ્યારે નર્મદા,ભરૂચ અને વડોદરાના 42 જેટલા કાંઠા વિસ્તારોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.નર્મદા ડેમ 99.68 ટકા ભરાયો છે,અને આવતી કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નર્મદા ડેમના નવા નીરના વધામણા કરવામાં આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
Latest Stories