છેડતી કરતા તત્વો થી ત્રાસી જઈ યુવતીએ ઝેરી દવા ગટગટાવી

New Update
છેડતી કરતા તત્વો થી ત્રાસી જઈ યુવતીએ ઝેરી દવા ગટગટાવી

ભરૂચ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીની છેડતી કરતા સડકછાપ રોમિયો.

યુવતીએ ત્રાસી જઈને જીવત્તર ટુંકાવાનો કર્યો પ્રયાસ.

ભરૂચ કોલેજ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ની છેડતી કરતા તત્વો થી ત્રાસી જઈ ને તેણીએ ઝેરી દવા ગટગટાવી જીવત્તર ટુંકાવાનો પ્રયાસ કર્યો હતો.જોકે તેને સમય સર સારવાર મળી જતા તેનો બચાવ થયો હતો.ઘટના અંગે વિદ્યાર્થીની એ પોલીસ ફરિયાદ દર્જ કરાવી હતી.

ભરૂચ ની જે.પી કોલેજ નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 17વર્ષીય વિદ્યાર્થીની ને સડક છાપ રોમિયો હેરાન કરતા હતા.બાઈક પર સવાર થઈને 3 લુખ્ખા તત્વો યુવતીનો પીછો કરતા હતા.અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી યુવતી પાસે તેણીનો મોબાઈલ નંબર માંગતા હતા.

ઘટના થી હેબતાય ગયેલી યુવતીએ ઝેરી દવાના ઘુટ ભરીને જીવન લીલા શંકેલવાનો પ્રયાસ કર્યો હતો.જોકે તેણીને સમયસર સારવાર મળી જતા તેનો બચાવ થયો હતો.અને વિદ્યાર્થીની એ આ અંગે ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.પોલીસે તેણીની ફરિયાદની નોંધ કરી રોડ રોમિયોની ધરપકડ માટેના ચક્રોગતિમાન કાર્ય છે.⁠⁠

Latest Stories