Connect Gujarat
દુનિયા

અર્થ અવર ડે મેચની મજા બગાડશે?

અર્થ અવર ડે મેચની મજા બગાડશે?
X

ભારત અને પાકિસ્તાન બે કટ્ટર હરીફ ટીમો વચ્ચે ટી-૨૦ કપની કોલકતાનાં ઈડન ગાર્ડન ખાતે પ્રતિષ્ઠા ભર્યો ક્રિકેટ જંગ રમાવાનો છે.

સાંજે ૭:૩૦ કલાકથી મેચનું જીવંત પ્રસારણ વિવિધ સ્પોર્ટસ ચેનલો પર થશે, જો કે તા. ૧૯મી માર્ચે “ અર્થ અવર ડે ” ની ઉજવણી કરવામાં આવી રહી છે, જે સમયે આ રસાકસી મેચનો રંગ જામ્યો હશે. એ સમયે જ એટલે કે રાત્રે ૮:30 કલાકથી ૯:૩૦ કલાક એમ એક કલાક દરમિયાન વિશ્વનાં ૧૭૨ દેશો વીજળી બંધ રાખશે.

હવે જોવું એ રહયુ કે આ વીજ કાપ દરમ્યાન મેચની મજાનો આનંદ લુંટવા માટે સોશ્યલ મિડીયા કે રેડિયો પર ક્રિકેટ પ્રેમીઓએ આધાર રાખવો પડશે.

ઓસ્ટ્રેલીયામાં સીડની શહેર ખાતેથી ૨૦૦૭માં અર્થ અવરની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી જ તે વિશ્વભરમાં પર્યાવરણનાં રક્ષણ અર્થે માર્ચ મહિના માં ઉજવણી કરવામાં આવે છે.

Next Story