Connect Gujarat
દુનિયા

અમેરિકાના ન્યૂ જર્સી ખાતે આજથી શરુ થયો ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ

અમેરિકાના ન્યૂ જર્સી ખાતે આજથી શરુ થયો ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ
X

આવતી કાલે 4 ઓગષ્ટે થશે ફિલ્મ 'રતનપુર'નું સ્ક્રિનિંગ,ગુજરાતી ફિલ્મોને મળી રહ્યો છે ખૂબ સારો પ્રતિસાદ

આજથી અમેરિકાનાં ન્યૂ જર્સી ખાતે ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ(IGFF)યોજાઈ રહ્યો છે. જેમાં અનેક ગુજરાતી ફિલ્મો રજુ થવાની છે. આવતી કાલે એટલે કે 4 ઓગષ્ટનાં રોજ ગુજરાતી ફિલ્મ રતનપુરનું સ્ક્રિનિંગ થવાનું છે. જેને લઈને તેનાં સ્ટારકાસ્ટમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ૩૪ ગુજરાતી ફિલ્મોને પ્રવેશ મળ્યો હતો. જે પૈકી 15 ફિલ્મોની સ્ક્રિનિંગ માટે પસંદગી કરવામાં આવી છે.

ગુજરાતમાં વર્ષ 1985 પહેલાં આપણી પોતીકી ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હતો. ખાસ કરીને ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, નરેશ કનોડિયા, કિરણ કુમાર, આશા પારેખ, સંજીવ કુમાર, સ્વ.રીટાભાદુરી, અરુણા ઈરાની જેવા અભિનેતાઓએ પોતાના અભિનય દ્વારા આપણી ગુજરાતી ફિલ્મોને દિપાવી હતી અને ઘણી પ્રસિધ્ધિ પણ અપાવી હતી. આ કલાકારોનો અભિનય આજે પણ એટલો જ મનોરમ્ય છે. ત્યારે ફરીથી ઘણાં લાંબાસમય બાદ આજે ગુજરાતી ફિલ્મોએ વિશ્વભરમાં કાઠું કાઢ્યું છે.

https://www.youtube.com/watch?v=4YtKSNu6yiE&t=11s

આજે ફરીવાર આપણી ગુજરાતી ફિલ્મો વિશ્વ ફલક પર રજુ થઈ રહી છે. તારીખ 3 ઓગષ્ટથી ન્યૂજર્સી ખાતે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ(IGFF)યોજાઈ રહ્યો છે. જે આગામી 5 ઓગષ્ટ સુધી ચાલશે. આ ફેસ્ટીવલમાં જ્યુરી તરીકે ગુજરાતી ફિલ્મોની મશહૂર અભિનેત્રી અરુણા ઈરાની, જાણીતા બોલિવૂડ ફિલ્મોના દિગ્દર્શક ઉમેશ શુક્લા કે જેમણે ઓએમજી, 102 નોટ આઉટ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. ગુજરાતના જાણીતા લેખક જય વસાવડા અને મધુરાય જ્યુરી તરીકે ફરજ અદા કરવાના છે.

અમેરિકાના ન્યૂ જર્સી ખાતે યોજાયેલા ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં અનેક ફિલ્મો રજુ થવાની છે. જેમાં ખાસ કરીને ચલમન, રેવા, નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા ફિલ્મ ઢ, ચિત્કાર, રતનપુર, સુપરસ્ટાર જેવી ફિલ્મો રજુ થશે. હવે પછીના વર્ષે ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ લોસ એન્જલસ ખાતે યોજાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. આજથી આ ફેસ્ટિવલ શરુ થયો છે. જેમાં ફિલ્મો, ડોક્યુમેન્ટ્રી અને શોર્ટ ફિલ્મોનું ભરપુર મનોરંજન પીરસવામાં આવશે. દિગ્દર્શક ઉમેશ શુક્લા અને જાણિતા લેખક જયવસાવડાએ ગુજરાતીઓને વિનંતી કરી હતી કે તેઓ પોતાની ભાષાની ફિલ્મોને માણે.

પહેલીવાર આંતરરાષ્ટ્રીય ફલક પર યોજાવા જઈ રહેલા ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેનારી તમામ ફિલ્મની ભાષા ગુજરાતી જ હોવી જોઈએ. જેમાં ૩૪ ગુજરાતી ફિલ્મોને પ્રવેશ મળ્યો છે. જે પૈકીની ૧૩ ફિલ્મોનું ૧. ભંવર, ૨. ચલ મન જીતવા, ૩. ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ, ૪. હેરાફેરી-ફેરાફેરી, ૫. કરસનદાસ પે & યુઝ, ૬. લવની ભવાઇ, ૭. ઓક્સિજન, ૮. પપ્પા તમને નહીં સમજાય, ૯. રતનપુર, ૧૦. રેવા, ૧૧. સુપરસ્ટાર, ૧૨. શરતો લાગુ અને ૧૩. ચીત્કાર તથા વિશેષ પસંદગી પામેલી ૧. ધાડ અને ૨. ઢ નો સમાવેસ થાય છે. આવતી કાલે એટલે કે 4 ઓગષ્ટનાં રોજ ફિલ્મ રતનપુરનું સ્ક્રિનિંગ થવાનું છે.

Next Story