વિક્રમ ઠોકોર ટૂક સમયમાં જ પોતાની આગામી ફિલ્મ સાથે આવી રહ્યા છે. તેમણે પોતાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટના માધ્યમથી પોતાના ચાહકોને માહિતી આપી હતી.

તેમની ગુજરાતી ફિલ્મ “ ભાઈની બેની લાડકી “ નું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છેઆ  ફિલ્મને લઈ તેમના ચાહનારા સૌ માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને તેમની ફિલ્મની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ભાઈની બેની લાડકીની દિગ્દર્શન કુમાર મકવાણાએ કર્યું છેઆ ફિલ્મમાં જાણીતી અભિનેત્રીઓ આરઝુ લિંબાચિયા અને અંશી બારોટ રૂપેરી પડદે ઝળકશે. 

આ સિવાય આ ફિલ્મમાં જીતુ પંડયાસંજય પટેલયામિની જોશી જેવા નામાંકિત કલાકારો દેખાશે.વિક્ર્મ ઠાકોરને નાનપણથી જ વાંસળી વગાડવાનો શોખ હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એકવાર પિયુને મળવા આવજે‘ ફિલ્મથી કરી હતી. મહત્ત્વનું છે કે વિક્રમ ઠાકોર ગુજરાતની સિનેમા જગતના એ સ્ટાર છે કે જેની ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેમના ચાહકો થીયેટરમાં ફિલ્મ જોવા ઉમટી પડે છે. ગાયકમાંથી હીરો બનેલા વિક્રમ ઠાકોર અત્યાર સુધીમાં લગભગ 30થી વધુ ફિલ્મો કરી ચુક્યા છે. જો કે મહેનત અને ટેલેન્ટના જોરે તેમણે વાંસળી વગાડવાથી શરૂઆત કરીબાદમાં ગાયક બન્યા અને આજે તેમનું નામ ગુજરાતના ઘરેઘરમાં આજે જાણીતું છે.