Connect Gujarat
Featured

“રેટ્રો પ્રિ-વેડિંગ” : ગુજરાતી પ્રોડ્યુસર જય વ્યાસ અને તેમની પત્નીએ અલગ જ અંદાજમાં કરાવ્યુ ફોટો શુટ

“રેટ્રો પ્રિ-વેડિંગ” : ગુજરાતી પ્રોડ્યુસર જય વ્યાસ અને તેમની પત્નીએ અલગ જ અંદાજમાં કરાવ્યુ ફોટો શુટ
X

હાલના સમય પ્રમાણે બધા પ્રેમી યુગલો પોતાના લગ્ન સમયે અલગ અલગ પ્રકારના ફોટોશૂટ અને પ્રિ-વેડિંગ કરાવી ફોટો અને વિડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. મેરેજ પહેલા કપલ ફોટો શુટ કરાવી લાખો રૂપિયા ખર્ચી નાખે છે. પરંતુ વર્ષ 2021ના સમયમાં એક ગુજરાતી કપલે અલગ અંદાજમાં જ ફોટો શુટ કરાવ્યુ છે.

આપે ઘણા કલરફૂલ પ્રિ-વેડિંગ જોયા હશે, પરંતુ બૉલીવુડના 1955થી 80ના દાયકાના સમયગાળામાં લોકોને મનગમતા કલાકરો જેવા કે, રાજકપુરથી લઈને અમિતાભ જેવા અભિનેતાઓ પ્રત્યેના પ્રેમને સમર્પિત અને કઈક અલગ જ પ્રકારનું પ્રિ-વેડિંગ સાથે ગુજરાતી પ્રોડ્યુસર જય વ્યાસ અને તેમની પત્ની નૈસર્ગી વ્યાસે ફોટો શુટ કરાવ્યુ છે. બૉલીવુડની બ્લેક એન્ડ વ્હાઇટ ફીલ્મોના અલગ અલગ ગીતો પર પ્રિ-વેડિંગ ફોટો શુટ કરી કઈક અલગ જ અંદાજ અપનાવ્યો છે.

ગુજરાતી ભાષાની સૌથી લોકપ્રિય વેબ સીરિઝ “બસ ચા સુધી” તેમજ “સબસે પહેલે” ગીતના પ્રોડ્યુસર જય વ્યાસે પોતાના પ્રિ-વેડિંગમાં બ્લેક એન્ડ વ્હાઇટ થિમનો ઉપયોગ કર્યો છે. બૉલીવુડના 1955થી 80ના દાયકાના ગીતો પર શુટ કરીને અલગ અલગ અંદાજમાં વિડિયો મિક્સ કરીને એક અલગ જ પ્રકારનું રેટ્રો પ્રિ-વેડિંગ કરાવ્યુ છે. ટૂંક સમયમાં જ તેમની એક વેબ સીરિઝ “હું તને મળીશ” નિહાળવા મળશે.

ગુજરાતી ગીતો અને વેબ સીરિઝ બનાવતા જય વ્યાસે પોતાના પ્રેમને એકદમ 80ના દાયકમાં જોવા મળતા ફિલ્મી અંદાજમાં પ્રિ-વેડિંગ શુટ કરાવ્યુ છે. આ રેટ્રો પ્રિ-વેડિંગ તમને જય વ્યાસની યુટ્યુબ ચેનલ “જય વ્યાસ પ્રોડકશન” પર જોવા મળશે. ગુજરાત અને ગુજરાતી લોકો હંમેશા પોતાના દરેક ઉત્સવને કઈક અલગ અંદાજમાં ઉજવાતા હોય છે, ત્યારે જય વ્યાસે પણ પોતાના પ્રિ-વેડિંગને અલગ અંદાજમાં શુટ કરાવીને અન્ય નવ યુગલોને પ્રિ-વેડિંગ માટે એક નવો જ આઇડિયા આપ્યો છે.

Next Story