New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/IMG-20181124-WA0010.jpg)
હાંસોટ તાલુકાના શેરા ગામે આવેલા રાધા કૃષ્ણ મંદિર ખાતે બીજા પાટોત્સવની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી.
હાંસોટ તાલુકાના શેરા ગામે રાધા કૃષ્ણ મંદિરના બીજા પાટોત્સવની ઉજવણીમાં સમગ્ર રાષ્ટ્ર, સમાજ અને કુટુંબ તથા વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તે હેતુસર શાસ્ત્રોક્ત વિધિ મુજબ યજ્ઞ, સમૂહકથા તથા મહિલાઓ દ્વારા ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. આખા ગામનું વાતાવરણ રાધા કૃષ્ણમય બન્યું હતું. સમસ્ત ગ્રામજનો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પાટોત્સવની રંગે ચંગે ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી.
Latest Stories