New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-214.jpg)
હાઈકોર્ટ દ્વારા હાર્દિકને લોકસભાની ચૂંટણી લડવા મામલે ના પાડવામા આવી છે. ત્યારે આ મામલે પાટીદાર અગ્રણી અને કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપે લોકશાહીની હત્યા કરી છે. કોઈ પણ વ્યક્તિને ચૂંટણી લડવા રોકવો તે લોકશાહીની હત્યા બરાબર છે.
ભાજપે હાર્દિકને ચૂંટણી લડતો રોક્યો છે. કોંગ્રેસ પાર્ટી હાર્દિકને જામનગર અને ગાંધીનગરથી લડાવવા માંગતી હતી. ત્યારે ભાજપને પણ ખબર હતી કે જો હાર્દિક ગાંધીનગરથી ચૂંટણી લડશે તો અમિત શાહની કારમી હાર થશે. જેથી ભાજપે સ્વાયત સંસ્થાઓનો ઉપયોગ કરી હાર્દિકને ચૂંટણી લડતો અટકાવ્યો છે.
Latest Stories