કોરોનાનો કહેર, દેશમાં 90 હજાર નવા કેસ, એક દિવસમાં 56 ટકા દર્દીઓ વધ્યા
ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 90,928 નવા કેસ સામે આવ્યા છે

ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 90,928 નવા કેસ સામે આવ્યા છે. આ સિવાય 325 લોકોએ પણ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. બુધવારની સરખામણીમાં કોરોના કેસમાં 56.5 ટકા વધારો થયો છે.
ઓમિક્રોન વેરિઅન્ટની વાત કરીએ તો દેશમાં કેસની સંખ્યા વધીને 2,630 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 797 અને 465 કેસ છે. ઓમિક્રોનના 2,630 દર્દીઓમાંથી 995 દર્દીઓ સાજા થયા છે આ પાંચ રાજ્યોના નામ જે કોરોના કેસમાં સૌથી વધુ ઉછાળો જોવા મળી રહ્યા છે. તેમાં મહારાષ્ટ્ર (26,538 નવા કોરોના કેસ), પશ્ચિમ બંગાળ (14,022 કેસ), દિલ્હી (10,665 કેસ), તમિલનાડુ (4,862 કેસ) અને કેરળ (4,801 કેસ)નો સમાવેશ થાય છે. નવા 90,928 કેસમાંથી 66.97 ટકા માત્ર પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. આમાં માત્ર 29.19 ટકા કેસ મહારાષ્ટ્રના છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 90,928 નવા કેસ નોંધાયા છે, 19,206 સ્વસ્થ થયા છે અને 325 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં થયેલા 325 મૃત્યુમાંથી કેરળ (258)માં સૌથી વધુ મૃત્યુ થયા છે.