Connect Gujarat
આરોગ્ય 

ઓમિક્રોન બાદ હવે નવો ખતરો "ડેલ્મિક્રોન" : ભારતમાં પણ ચિંતા વ્યક્ત કરાય...

આ દરમ્યાન છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના સુપર સ્ટ્રેન ડેલ્મિક્રોન (Delmicron)ની ચર્ચા પણ શરૂ થઈ છે

ઓમિક્રોન બાદ હવે નવો ખતરો ડેલ્મિક્રોન : ભારતમાં પણ ચિંતા વ્યક્ત કરાય...
X

દુનિયાભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમ્યાન છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના સુપર સ્ટ્રેન ડેલ્મિક્રોન (Delmicron)ની ચર્ચા પણ શરૂ થઈ છે. એવું માનવમાં આવે છે કે, ડેલ્મિક્રોન જ અમેરિકા અને યુરોપમાં કોરોનાને તોફાની ગતિથી ફેલાવા માટે જવાબદાર છે.

યુરોપ અને અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહેલો ઓમિક્રોન, ભારતમાં પણ ફેલાવા લાગ્યો છે. આ સુપર સ્ટ્રેનને લઈને અનેક વિશેષજ્ઞો ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. જોકે, હવે ડેલ્મિક્રોનને લઈને ભારતમાં પણ ચિંતા વ્યક્ત કરાય રહી છે. ડેલ્મિક્રોન કોરોનાનો નવો વેરિયન્ટ નથી. વાસ્તવમાં કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે, કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ અને ઓમિક્રોન વેરિયન્ટ મળીને એક 'સુપર સ્ટ્રેન' બનાવી રહ્યા છે, જેને ડેલ્મિક્રોન કહેવામાં આવી રહ્યો છે. આ વાઇરસ એક જ વ્યક્તિમાં ડેલ્ટા અને ઓમિક્રોન બન્નેના સંક્રમણથી પેદા થનારી સ્થિતિને જ ડેલ્મિક્રોન કહેવામાં આવી રહ્યો છે. તબીબોનું માનવું છે કે, નબળી ઈમ્યુન સિસ્ટમવાળા લોકો-ડેલ્ટા અને ઓમિક્રોન બન્ને વેરિયન્ટથી સંક્રમિત થઈ શકે છે. ઉપરાંત એવા જ લોકોની અંદર ડેલ્ટા અને ઓમિક્રોનના વાયરસ મળીને નવો સુપર સ્ટ્રેન ડેલ્મિક્રોન બનાવી રહ્યા છે. ડેલ્મિક્રોનમાં ડેલ્ટા અને ઓમિક્રોનના જોડિયાં સ્પાઈક પ્રોટીન છે. બન્ને વેરિયન્ટના સ્પાઈક પ્રોટીન હોવાના કારણે જ ડેલ્મિક્રોન વધુ ઘાતક અસર દર્શાવી રહ્યો છે. અમેરિકા અને યુરોપમાં સતત વધી રહેલા કોરોના કેસ પણ ડેલ્મિક્રોન વેરિયન્ટના વધતા જોખમ અંગે સંકેત આપી રહ્યા છે.

Next Story