Connect Gujarat
આરોગ્ય 

ડાયાબિટીસના લેવલને કંટ્રોલમાં રાખશે આ તમામ જ્યુસ, રોજ પીવો આ ગ્રીન જ્યુસ

આજ કાલ ખરાબ જીવનશૈલી અને અસ્વસ્થ ખોરાકના કારણે નાની વ્યક્તિઓ પણ રોગના જલ્દીથી શિકાર બની જતાં હોય છે

ડાયાબિટીસના લેવલને કંટ્રોલમાં રાખશે આ તમામ જ્યુસ, રોજ પીવો આ ગ્રીન જ્યુસ
X

આજ કાલ ખરાબ જીવનશૈલી અને અસ્વસ્થ ખોરાકના કારણે નાની વ્યક્તિઓ પણ રોગના જલ્દીથી શિકાર બની જતાં હોય છે અને આવા બિનઆરોગ્યપ્રદ ખોરાકના કારણે ડાયાબીટીસના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. ડાયાબિટીસના દર્દીઓને સુગર કંટ્રોલમાં લેવા માટે તેના ખોરાક પર જ મુખ્ય ધ્યાન આપવામાં આવે છે. આવી સ્થિતિમાં આવા કેટલાક ગ્રીન જ્યુસ વિષે જણાવવા જઈએ છીએ. આ જ્યુસ તમે રોજ પણ પી શકો છો. તેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેની સાથે તમને આ ગ્રીન જ્યુસ હાઈડ્રેટ અને પોષણ આપવામાં પણ કામ કરે છે.

1. પાલકનું જ્યુસ

પાલકમાં લ્યુટિન હોય છે. તે શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. પાલકનો રસ બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામા મદદ કરે છે. તે દિવસભરનો થાક અને નબળાઈને દૂર કરે છે. આ રસથી શરીરમાં લોહીની કમી થતી નથી. પાલકનું જ્યુસ પીવાથી સ્વાસ્થ્યને અનેક બીજા ઘણા ફાયદાઓ થાય છે.

2. એલોવેરાનું જ્યુસ

સુગરના દર્દીઓ એલોવેરનું જ્યુસ પણ પી શકે છે. તેમાં વિટામિન સી અને ઇ હોય છે. તે ઓક્સિડેટિવ તણાવ ઘટાડે છે. એલોવેરા જ્યુસ પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. એલોવેરા જ્યુસ પાચનતંત્રને સ્વસ્થ રાખવામા પણ મદદ કરે છે.

3. દૂધીનું જ્યુસ

દૂધીનું જ્યુસ પોષકતત્વોનું પાવરહાઉસ છે. આ જ્યુસ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તે હદયને પણ સ્વસ્થ રાખે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તેમાં ગ્લાયકેમિક ઇંડેક્ષ ઓછો છે. દુહીનું જ્યુસ બ્લડ સુગર લેવાલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

4. કારેલાનું જ્યુસ

આ જ્યુસ ભલે સ્વાદમાં કડવું હોય પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી છે. કારેલાનું જ્યુસ બ્લડ સુગર લેવલને નિયંત્રિત રાખે છે. તેમાં વિટામિન સી અને એંટીઓક્સિડંટ હોય છે. આ જ્યુસ આંખો માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. કારેલાનું જ્યુસ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. કારેલાનું જ્યુસ પીવાથી ત્વચા પણ સુંદર અને ચમકદાર બને છે.

Next Story