/connect-gujarat/media/post_banners/e2e804cd4987be23e013c269fd2d8551b4d4ca39b532f4e3c8efc1a369ed8f45.webp)
ઘણી વાર ભોજનમાં ફેરફાર થઈ જાય તો પેટમાં દુખવાની સમસ્યા ઉદભવે છે. જેના કારણે અપચા જેવી પણ તકલીફ થાય છે. આમ થવાનું કારણ હોય છે કે ખાધેલો ખોરાક બરાબર પચતો નહીં આના લીધે પેટમાં દુખવાની સમસ્યા ઉદભવે છે. આવામાં પેટના દુખાવાને તુરંત મટાડવા માટે તમે ખાટી આંબલીનો ઉપયોગ કરી શકો છો. જાણીને નવાઈ લાગશે પરંતુ આંબલી પેટના દુખાવાને ગણતરીની મિનિટોમાં જ ગાયબ કરી નાખે છે.
ખાટી આંબલીના ફાયદા
· ખાટી આમલી ખાવાથી એસિડિટી અને રક્ત સંબંધિત વિકારોમાં ફાયદો થાય છે. આમલી પાચનતંત્રને પણ ફાયદો કરે છે કારણ કે તેમાં ઘણા બધા ઔષધીય ગુણ હોય છે. જો તમને પેટમાં દુખાવાની સમસ્યા હોય અને તેને મટાડવો હોય તો એક ચમચી આમલીની છાલનો પાવડર લઈ તેમાં એક ચમચી મધ અને સિંધવ નમક મિક્સ કરો. ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરીને તેનું સેવન કરો. આ મિશ્રણ લીધા ના થોડા જ સમયમાં પેટના દુખાવાથી તમને રાહત મળી જશે અને પાચન સંબંધિત જે પણ વિકાર હશે તે પણ દૂર થશે.
· જો તમને વારંવાર એસીડીટી થતી હોય અને તેના કારણે છાતીમાં બળતરા રહેતી હોય તો આમલીનું પાણી અને સાકર મિક્સ કરીને તેનું સેવન કરો. સાકર સાથે આમલીનું પાણી લેવાથી છાતીમાં થતી બળતરા થી તુરંત મુક્તિ મળે છે.
· જો તમને ડાયરિયા ની ફરિયાદ હોય તો તેના માટે 10 ગ્રામ આંબલીના પાનમાં બે ગ્લાસ પાણી ઉમેરીને તેને બરાબર ઉકાળો. પાણી અડધું બચે પછી તેને ગાળીને પી જવું. દિવસ દરમિયાન આ મિશ્રણ થોડું થોડી વારે પીવાથી ડાયરિયામાં ફાયદો થાય છે.