ભરૂચ: ઉદ્યોગ નગરી અંકલેશ્વર બન્યું કોવેકસીનનું હબ, કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ પ્રથમ બેચ કરી રીલીઝ

New Update
ભરૂચ: ઉદ્યોગ નગરી અંકલેશ્વર બન્યું કોવેકસીનનું હબ, કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ પ્રથમ બેચ કરી રીલીઝ

અંકલેશ્વરમાં નિર્માણ પામેલ કોરોના વેકસીનનો પ્રથમ જથ્થો આજરોજ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ મંડાવીયાના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે બાળકો માટેની વેકસીન લન ટૂંક જ સમયમાં દેશને મળી જશે

એશિયાની નંબર 1 ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોવેકસીનનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને તેની પ્રથમ બેચને રિલીઝ કરવા આજરોજ રવિવારના દિવસે કેન્દ્રીય આરોગ્ય, ફર્ટિલાઈઝર અને કેમિકલ મંત્રી મનસુખ માંડવીયા મુલાકાતે આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ હાજરી આપી હતી.ભારત બાયોટેકના કો-ફાઉન્ડર અને જોઈન્ટ મેનેજીંગ ડિરેકટર JMD સૂચિત્રા એલ્લાએ એપ્રિલ-મે મહિનામાં જ ટ્વીટર ઉપર આ જાણકારી આપી હતી.

ભારત બાયોટેકની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અંકલેશ્વરની ચિરોન બેહરિંગ હડકવાની રસી માટે વિશ્વભરમાં જાણીતી છે તેના પર બ્રેક લગાવી વર્ષે 20 કરોડ ડોઝ કોવેકસીનનું ઉત્પાદન કરાશે.અંકલેશ્વર સ્થિત કંપનીની સબ્સિડરી ચિરોન બેહરિંગમાં કોવેકસીનનું ઉત્પાદન જુલાઈથી શરૂ કરાયું હતું. ઓગસ્ટના પેહલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ કરાઈ હતી.આ અંગે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતું કે કોરોના સામે લડવાનું સૌથી મોટું હથિયાર વેક્સિન છે ત્યારે અંકલેશ્વરમાં બનેલ વેક્સિન વેક્સિનેશન અભિયાનમાં ખુબજ મહત્વની સાબિત થશે

કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકાર ત્રીજી લહેરનો સામનો કરવા તૈયાર છે અને એ માટેની તમામ પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધુ ખતરો હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે બાળકોની વેક્સિન અંગે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતું કે બાળકોની વેક્સિન માટે ત્રીજી ટ્રાયલની પરવાનગી આપવામાં આવી છે અને ટૂંક જ સમયમાં આ વેક્સિન ઉપલબ્ધ થશે

Latest Stories