Connect Gujarat
આરોગ્ય 

જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ બંને અલગ-અલગ છે, તેમની વચ્ચે છે મોટો તફાવત, જાણો સ્વાસ્થ્ય માટે કયું ફુડ વધારે નુકસાનકારક

ઘણા લોકો જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ વચ્ચેનો તફાવત સમજી નથી શકતા.તેઓ વિચારે છે કે બંનેનો અર્થ એક જ થાય છે. પરંતુ આ બંને વસ્તુઓ અલગ અલગ છે.

જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ બંને અલગ-અલગ છે, તેમની વચ્ચે છે મોટો તફાવત, જાણો સ્વાસ્થ્ય માટે કયું ફુડ વધારે નુકસાનકારક
X

ઘણા લોકો જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ વચ્ચેનો તફાવત સમજી નથી શકતા.તેઓ વિચારે છે કે બંનેનો અર્થ એક જ થાય છે. પરંતુ આ બંને વસ્તુઓ અલગ અલગ છે. કેટલાક લોકો જંક ફૂડ સાથે સંબંધિત વસ્તુઓને ફાસ્ટ ફૂડ તરીકે જુએ છે. જ્યારે કેટલાક લોકો ફાસ્ટ ફૂડને જંક ફૂડ તરીકે જૂએ છે. પરંતુ શું તમે જાણો છો કે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ બંને અલગ અલગ વસ્તુઓ છે. આટલું જ નહીં પરંતુ તેના ખાવાના ફાડા અને ગેરફાયદા પણ અલગ અલગ જ છે. તો આવો જાણીએ શું છે આ બંને વચ્ચેનો તફાવત

જંક ફૂડ

જંક ફૂડને એવી ખાધ ચીજો ગણવામાં આવે છે જે પેકેટમાં ઉપલબ્ધ હોય અને તેને બનાવવામાં કોઈ ઝંઝટ હોતી નથી. બસ ખરીદવા અને પેકેટ ખોલવા જેટલી જ જહેમત ઉઠાવવી પડે છે. જંક ફૂડમાં પોષક તત્વોનું પ્રમાણ શૂન્ય છે. તેમાં વધારાની ચરબી, ખાંડ અને મીઠું જ હોય છે. આટલું જ નહીં તેમાં કેલેરીની માત્રા પણ વધુ હોય છે. આથી જંક ફૂડનું સેવન મધ્યમ માત્રામાં કરવું જોઈએ. કારણ કે તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા બધા નુકશાન થઈ શકે છે. એટલે કે તેમાં કેલેરી હોય છે પરંતુ પોષક મૂલ્ય હોતું નથી.

જંક ફૂડમાં શું સામેલ છે.

1. પોટેટો ચિપ્સ અને નાચોસ

2. બિસ્કિટ

3. ચોકલેટ કેન્ડી

4. પેકેજ પીણાં અને કોલા

5. ચીઝ પફ જેવા તળેલા નાસ્તા

6. કેક

આ તમામ ખાદ્ય પદાર્થોમાં મીઠું, ખાંડ અને તેલનું પ્રમાણ વધુ હોય છે. તેમાં કોઈ પોષણ હોતું નથી.

ફાસ્ટ ફૂડ

ફાસ્ટ ફૂડ એવી વસ્તુ છે જે ઝડપથી અને સરળતાથી તૈયાર થઈ જાય છે. ફાસ્ટ ફૂડ જંક ફૂડની જેમ પૂર્વ તૈયાર અને સંગ્રહિત નથી. તેઓ તરત જ તૈયાર થઈ જાય છે. તમે રેસ્ટોરન્ટમાં જે વસ્તુઓ ઓર્ડર કરો છો જેનાથી મોટા ભાગની વસ્તુઓ ફાસ્ટ ફૂડ જ છે.

ફાસ્ટ ફૂડમાં શું સામેલ છે.

1. બર્ગર

2. મુડલ્સ

3. પીઝા

4. મેગી

5. સેન્ડવિચ

6. મિલ્કશેક

વધુ હાનિકારક કઈ વસ્તુ છે?

જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ બંને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ આ બે માંથી કોઈ એક ને પસંદ કરવાનું હોય તો ફાસ્ટ ફૂડ વધુ સારું રહેશે. જંક ફૂડની સરખામણીમાં ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્યને ઓછું નુકશાન પહોચાડે છે. જો કે બંને ખોરાક નુકસાનની દ્રસ્ટીએ બિનઆરોગ્યપ્રદ છે.

Next Story