/connect-gujarat/media/post_banners/a2df862a75ecb334a70f648366fd0439ed769233ff98e889f67369f9c13c68f3.webp)
સ્વાસ્થ્યએ આપણી સૌથી મોટી સંપત્તિ છે, પરંતુ કોરોના પછી લોકો સ્વાસ્થય પ્રત્યે વધારે જાગૃત થયા છે, કે આહારમાં શું ખાવું અને શું ના ખાવું, ખાવાની સારી આદતો, સારી જીવનશૈલી, પૂરતી ઊંઘ, તણાવ નિયંત્રણ જેવી ઘણી બાબતો આમાં સામેલ છે. આ બધી વસ્તુઓની અસર સ્વાસ્થ્યની સાથે આપણા ચહેરા પર પણ જોવા મળે છે. ખાસ કરીને આહારમાં ફળોનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે. ફળ ખાવાથી ફાયદો તો થાય જ છે પરંતુ તેનો જ્યુસ પીવાથી પણ ઘણા ફાયદા થાય છે. આજે અમે તમને એવા જ એક જ્યૂસ વિશે જણાવીશું, જેનું નિયમિત સેવન કરવાથી તમે તમારા શરીરને ઘણી બીમારીઓથી દૂર રાખી શકો છો.
આ ગાજર ધાણાનો રસ છે. જે અનેક પ્રકારના એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. જેને પીવાથી શરીરના દરેક કોષને પોષણ મળે છે. તો આવો જાણીએ આ જ્યુસ બનાવવાની રીત તેમજ અન્ય ફાયદાઓ.
આ રીતે ગાજર-ધાણાનો રસ બનાવો :-
સામગ્રી- ગાજર- 2 કપ, સમારેલી કોથમીર- ચમચી, લીંબુનો રસ- 1/2 ટીસ્પૂન, મીઠું સ્વાદ મુજબ.
બનાવવાની રીત :-
સૌ પ્રથમ ગાજર અને કોથમીરને બ્લેન્ડરમાં પાણી સાથે સારી રીતે પીસી લો. તમે તેને ફિલ્ટર કર્યા પછી અથવા ફિલ્ટર કર્યા વગર પી શકો છો. તેને ફિલ્ટર કર્યા વગર પીવાથી વધુ ફાયદો થાય છે. તેને એક ગ્લાસમાં કાઢી લો અને તેમાં લીંબુનો રસ નાખીને પી લો. તમે સ્વાદ માટે તેમાં મીઠું ઉમેરી શકો છો, પરંતુ જો તમે બ્લડ પ્રેશરના દર્દી છો, તો તેને ટાળો.
ગાજર-ધાણાના રસના ફાયદા :-
આ જ્યૂસમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જેનાથી ન માત્ર પેટ ભરેલું રહે છે પરંતુ કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.
- ગાજર અને ધાણામાં હાજર એન્ટીઓક્સીડેન્ટ શરીરમાં સોજાને ઓછો કરવામાં મદદરૂપ છે.
- તેમાં રહેલ પોષણ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.
- ગાજર-ધાણાનો રસ શરીરને ડિટોક્સ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે.