Connect Gujarat
આરોગ્ય 

શું તમને પણ શિયાળામાં વહેલા ઉઠવામાં તકલીફ પડે છે? તો આજથી જ તમારા ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ..!

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આ સિઝનમાં દિવસો ખૂબ જ ટૂંકા અને રાત લાંબી હોય છે અને સાથે સાથે આપણને સૂરજના કિરણો પણ મળતા નથી.

શું તમને પણ શિયાળામાં વહેલા ઉઠવામાં તકલીફ પડે છે? તો આજથી જ તમારા ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ..!
X

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આ સિઝનમાં દિવસો ખૂબ જ ટૂંકા અને રાત લાંબી હોય છે અને સાથે સાથે આપણને સૂરજના કિરણો પણ મળતા નથી. તેથી આ સિઝનમાં સુસ્તી, થાક અને નબળાઈ અનુભવાય છે. આથી જ તમારા એનર્જી લેવલમાં પણ ઘટાડો થાય છે. શિયાળાની સિઝનમાં સૂર્યનો તડકો પણ ઓછો પડવાથી શરીરમાં વિટામિન D ની ઉણપ જોવા મળે છે. શરીરમાં વિટામિન ડી નું પ્રમાણ ઓછું થવાથી થાક અને મૂડ ખરાબ હોવા જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે. જો તમને પણ શિયાળામાં થાક, સુસ્તી અને આળસ આવે છે તો આ સુપર ફૂડને તમારા ડાયટમાં જરૂરથી સામેલ કરો.

પાલક

આર્યનથી ભરપૂર પાલક આખા શરીરમાં ઑક્સીજન પહોચાડવામાં મદદ કરે છે. સાથે જ મેટબોલીઝમમાં પણ વધારો કરે છે. અને થાકમાં રાહત આપે છે.

ચિયા સીડ્સ

ઓમેગા 3, ફેટી એસિડ, ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર ચિયા સીડ્સ તમને અંદરથી મજબૂત બનાવશે અને તમે દિવસ ભર ફ્રેશ ફિલ કરશો.

ગ્રીક યોગર્ટ

પ્રોટીનથી ભરપૂર, ગ્રીક દહીં બ્લડ સુગરના લેવલને સ્થિર કરે છે. પાચનને પ્રોત્સાહન આપે છે. શરીરને એનર્જેટીક રાખે છે.

શક્કરીયાં

તેમાં ફાઇબર અને કાર્બો હાઈડ્રેટનું પ્રમાણ ખુબજ વધારે હોય છે. જેને તમારું પેટ ભરેલું જ રહે છે અને આળસ દૂર થાય છે.

બદામ

બદામ મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર હોય છે. તેને ખાવાથી શરીરમાં એનર્જી લેવલ બની રહે છે. અને થાક દૂર થાય છે.

બ્લૂબેરીઝ

એંટીઓક્સિડેંટ્સ અને વિટામીન્સથી ભરપૂર, બ્લૂબેરી બ્લડ ફ્લોમાં સુધારો કરે છે. મગજની શક્તિ વધારે છે સાથે જ શરીરમાં ઉર્જાનું સ્તર પણ વધારે છે.

Next Story