Connect Gujarat
આરોગ્ય 

શું એક જ સમયે પેટ ભરીને જમવા કરતાં દર 2 કલાકે થોડું થોડું જમવાથી વજન કંટ્રોલમાં રહે છે? જાણો શું છે હકીકત....

દર બે કલાકે એટલા માટે ખાવુ જોઈએ કેમ કે ઓવરઈટિંગથી બચી શકાય. કેમ કે એક વખતમાં ખૂબ ખાવાથી વજન વધવા લાગે છે.

શું એક જ સમયે પેટ ભરીને જમવા કરતાં દર 2 કલાકે થોડું થોડું જમવાથી વજન કંટ્રોલમાં રહે છે? જાણો શું છે હકીકત....
X

વજન કંટ્રોલમાં કરવો આજ કાલ એક કોમન વાત થઈ ગઈ છે. દરમિયાન વજનને તાત્કાલિક કંટ્રોલ કરવા માટે હેલ્થ એક્સપર્ટ સૌથી પહેલા એ સલાહ આપે છે કે એક વકહત ભોજન કરવાના બદલે થોડું થોડું જમો. બીજી તરફ એવું કરવું શકયનથી કેમ કે દર બે કલાકે શુ એવું હેલ્ધી ખાવું કે તમને મુશ્કેલી ના પડે. મોટાભાગના લોકો આવું કરી શકતા નથી.

દરેક માણસને દરેક વસ્તુ ફાયદો પહોંચાડે એ શક્ય નથી. જે લોકોનું મેટાબોલિઝ્મ ખૂબ સારુ અને સ્ટ્રોન્ગ રહે છે જો તે 2 કલાકના ગેપ પર ખાશે તો તેમને આ રીત ખૂબ વધુ ફાયદો પહોંચાડે છે પરંતુ જે લોકોને પાચન સંબંધિત મુશ્કેલી છે તેમના માટે આ રીત યોગ્ય નથી. તેમને અપચાની સમસ્યા થઈ શકે છે. આવુ કરવાથી અમુક લોકોને ગેસની સમસ્યા થઈ શકે છે. તેથી જેમને આવુ કરવાથી પેટમાં મુશ્કેલી થાય તેમને ન કરવુ જોઈએ. 2 કલાકના ગેપથી ખાવુ તમામ માટે ફાયદાકારક નથી.

ઓવરઈટિંગથી બચવા માટે યોગ્ય છે?

દર બે કલાકે એટલા માટે ખાવુ જોઈએ કેમ કે ઓવરઈટિંગથી બચી શકાય. કેમ કે એક વખતમાં ખૂબ ખાવાથી વજન વધવા લાગે છે. આનાથી શરીરને પાચન કરવામાં મુશ્કેલી પડે છે અને શરીરની કેલેરી બર્ન થાય છે. પરિણામ એ આવે છે કે એનર્જી ફેટમાં ચેન્જ થઈ જાય છે. વેટલોસ માટે થોડા-થોડા અંતરે ખાવુ યોગ્ય છે કેમ કે આ એનર્જીને ફેટમાં ચેન્જ કરી શકતી નથી. જોકે જે લોકોને આંતરડા અને આંતરડા ડિસબાયોસિસની તકલીફ છે તેમણે વારંવાર જમવુ જોઈએ નહીં. કેમ કે જ્યારે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે છે તો આવા લોકો પ્રી ડાયાબિટીસ થઈ જાય છે અને ફિઝિકલી એકદમ એક્ટિવ થતા નથી.

Next Story