Connect Gujarat
આરોગ્ય 

પ્રેગ્નન્સીમાં ખાલી પેટ ખાવો આ વસ્તુ, આખો દિવસ રહેશો ફૂલ એનર્જીમાં....

પ્રેગ્નેન્સી વખતે ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે તમે જે પણ કંઈ ખાશો તેની સીધી અસર તમારા બાળક પર પડે છે.

પ્રેગ્નન્સીમાં ખાલી પેટ ખાવો આ વસ્તુ, આખો દિવસ રહેશો ફૂલ એનર્જીમાં....
X

પ્રેગ્નેન્સી વખતે ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે તમે જે પણ કંઈ ખાશો તેની સીધી અસર તમારા બાળક પર પડે છે. માટે ડોક્ટર મોટાભાગે આખા 9 મહિના સુધી સારી ડાયેચ ફોલો કરવાની સલાહ આપે છે કારણ કે તેનો ફાયદો માતા અને બાળક બન્નેને થાય છે. ખાસ કરીને સવારે ખાલી પેટે પોષણથી ભરપૂર ખોરાક લેવો જોઈએ.

· કેવા પ્રકારની ડાયેટ લેવી યોગ્ય?

જો તમે પ્રેગ્નેન્ટ છો તો સવારે ખાલી પેટે એવું કંઈ ન ખાવું જે તમારા અને તમારા બાળક માટે અનહેલ્ધી હોય. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે પ્રેગ્નેન્સી વખતે શું ખાવું જોઈએ જે માતા અને બાળક બન્ને માટે યોગ્ય હોય છે.

એક પ્રેગ્નેન્ટ મહિલાને સવારે હેલ્ધી અને હલ્કો ખોરાક ખાવો જોઈએ જેનાથી તે એસિડિટી અને ગેસની સમસ્યાથી બચી શકે. ફક્ત આટલું જ નહીં તે આમ કરીને કબજીયાતની સમસ્યાથી બચી શકે છે અને તે દિવસભર એનર્જેટિક ફિલ કરશે.

· ખાલી પેટ શું ખાવું જોઈએ?

સવારે ખાલી પેટ વિટામિન એ, બી, સી અને આયર્ન, કેલ્શિયમ અને ફાઈબરથી ભરપૂર પોષક તત્વો મળી રહે તેવો ખોરાક ખાવો જોઈએ. હેલ્ધી ભોજન આરામથી પચી જાય છે. આ પોષક તત્વો માતા અને બાળક બન્ને માટે ખૂબ જ સારા હોય છે. સવારે ખાટ્ટા ફળ ન ખાવા જોઈએ. જેમ કે નારંગી, કીવી, દ્રાક્ષ, આંમળા.

· ખાલી પેટ ખાઓ પૈઆ

સવારનો નાસ્તો હલ્કો હોવો જોઈએ. એવામાં નાસ્તામાં પૌઆ ખૂબ જ ફાયદાકારક છે. પ્રેગ્નેન્સીમાં ખાલી પેટ પૈઆ અને ઉપમા ખૂબ જ સારા માનવામાં આવે છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. પૈઆને હેલ્ધી બનાવવા માટે તેમાં બીન્સ અને મગફળી પણ નાખી શકાય છે.

Next Story