Connect Gujarat
આરોગ્ય 

ડુંગળી-લસણ ન ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક ફાયદા, જુઓ શું કહે છે સાયન્સ અને આયુર્વેદિક...

ડુંગળી-લસણ ન ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક ફાયદા, જુઓ શું કહે છે સાયન્સ અને આયુર્વેદિક...
X

શ્રાવણનો મહિનો શરુ થઇ રહ્યો છે અને તેવામાં ડુંગળી અને લસણ છોડીને સાત્વિક આહાર લેવાની પરંપરા રહી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈપણ પૂજા કે વ્રતમાં ડુંગળી અને લસણ છોડવાની સલાહ કેમ આપવામાં આવે છે. જો તમે ડુંગળી લસણને 1 મહિના માટે છોડી દો તો શું થશે. આ દરમિયાન, તેની શરીર પર શું અસર થાય છે અને તે કેવી રીતે ફાયદાકારક બની શકે છે? આવો, આ તમામ પ્રશ્નો વિશે વિગતવાર જાણકારી મેળવીએ

ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરવાથી શું થાય છે.

1. શું કહે છે આયુર્વેદ ?

આયુર્વેદ અનુસાર, ડુંગળી અને લસણ ન ખાવાથી તમારા શરીરને ઘણી રીતે ફાયદો થાય છે. વાસ્તવમાં, ડુંગળી અને લસણ બંને રાજસિક ખોરાકની શ્રેણીમાં આવે છે કારણ કે તેમની તીવ્ર ગંધ જેવી લાક્ષણિકતાઓ છે. રાજસિક ખોરાક રાજસ ગુણને જાગૃત કરે છે, જેનાથી મનમાં ક્રોધ, ઈર્ષ્યા, અભિમાન, પ્રસિદ્ધિની ઈચ્છા, સ્વકેન્દ્રીતા અને સાંસારિક આનંદની ઈચ્છા થાય છે.

આ ઉપરાંત એલિયમ પરિવારનું છે અને તે ફેનોલિક ફાયટોકેમિકલ્સથી ખૂબ સમૃદ્ધ છે, જે શરીરમાં એન્ડ્રોજેનિક એટલે કે જાતીય ઉત્તેજક તરીકે કામ કરે છે. આયુર્વેદ અનુસાર, ડુંગળી અને લસણનો ઉપયોગ યૌન શક્તિ વધારવા અને વંધ્યત્વ દૂર કરવા માટે થાય છે. આ ખાવાથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને સીધી રીતે ઉત્તેજિત થાય છે.

2. સાયન્સના ફેક્ટ્સ શું છે?

ડુંગળી અને લસણનો FODMAPs ના ડાયટમાં સમાવેશ થાય છે. આ કાર્બોહાઇડ્રેટ્સ છે, જેમ કે ખાંડ અને ફાઇબર, જે કેટલાક લોકો માટે નાના આંતરડા દ્વારા નબળી રીતે શોષાય છે. તેનું વધુ પડતું સેવન કરવાથી તમે સંવેદનશીલ જીઆઈ ટ્રેક્ટ અથવા ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ અને એસિડ રિફ્લક્સ જેવી પરિસ્થિતિઓમાં પરિણમી શકે છે, જે ગેસ, પેટનું ફૂલવું, ઝાડા અને કબજિયાત જેવી સમસ્યા થઇ શકે છે.

1 મહિના સુધી ડુંગળી લસણ છોડવાના ફાયદાઃ

· એક મહિના માટે ડુંગળી અને લસણને છોડી દેવાથી, તમારું શરીર ડિટોક્સિફિકેશન મોડમાં જાય છે અને પછી તે શરીરમાં સંગ્રહિત ચરબી અને ઊર્જાનો વધુ ઉપયોગ કરે છે.

· એક રીતે, તે શરીર માટે સ્ક્રબિંગ અને ક્લિન્ઝિંગનું કામ કરે છે. જેના કારણે સ્થૂળતા, સુગર અને પેટની સમસ્યા કંટ્રોલમાં રહે છે.

· આ ઉપરાંત તે તમારી વિચારસરણીમાં પણ ફેરફાર કરે છે, તમે શાંત થઇ જાઓ છો અને તમને સારું લાગે છે.

Next Story