શરીરમાં થવા લાગે આવા ફેરફારો તો ચેતી જજો, વિટામિન B12 ની ઉણપ સૌથી વધુ જોખમકારક

પુરુષો માટે 2.4 માઈક્રોગ્રામ અને સ્ત્રીઓ માટે 2.6 માઈક્રોગ્રામ વિટામિન B12 નું સેવન કરવું જરૂરી છે

New Update
શરીરમાં થવા લાગે આવા ફેરફારો તો ચેતી જજો, વિટામિન B12 ની ઉણપ સૌથી વધુ જોખમકારક

આપણી વ્યસ્ત લાઇફસ્ટાઇલના કારણે આપણે ઘણી વાર આપણાં ખોરાક પર ધ્યાન આપતા નથી અને મહત્વ પૂર્ણ વિટામિનની ખામીઓ જોવા મળે છે. તેમાં પણ અત્યારે બી12 ની ઉણપ વધુ જોવા મળે છે. વિટામિન B12એ ખૂબ જ મહત્વપૂર્ણ પોષકતત્વ છે. જે આપણાં શરીરમાં ખૂબ જ જરૂરી છે. જો આપણે રોજિંદા જીવન જરૂરિયાતની વાત કરીએ તો પુરુષો માટે 2.4 માઈક્રોગ્રામ અને સ્ત્રીઓ માટે 2.6 માઈક્રોગ્રામ વિટામિન B12 નું સેવન કરવું જરૂરી છે. જો આ પોષકતત્વોની ઉણપ સર્જાશે તો અનેક પ્રકારના રોગોનો સામનો કરવો પડશે.

વિટામિન B12ના ઉણપના લક્ષણો:-

1. થાક લાગવો

જો તમારા શરીરમાં વિટામિન B12ની ઉણપ હશે તો તમે સતત થાકનો અનુભવ કરશો. તમારા શરીરની કોશિકાઓને ઠીકથી કામ કરવાથી લઈને B12ની જરૂર હોય છે. જેની ઉણપ થતાં રેડ બ્લડ સેલનું ઉત્પાદન ઓછું થઈ જાય છે. તેવામાં થાક લાગવો સ્વાભાવિક છે.

2. સ્કિનનો રંગ પીળો પડવો

વિટામિન B12ની ઉણપના કારણે આપણાં શરીરનો રંગ પીળો પાડવા લાગે છે. કારણ કે આ સ્થિતિમાં એનીમિયાના લક્ષણો દેખાવા લાગે છે. લોહીની ઉણપને કારણે માત્ર ત્વચાનો જ નહીં પરંતુ આંખનો રંગ પણ પીળો પાડવા લાગે છે. પીળો રંગ ખરેખર હાઇ બિલિરુબિનના કારણે થાય છે.

3. માથામાં દુખાવો

જ્યારે શરીરમાંથી વિટામિન B12 ઘટી જાય છે ત્યારે તે ન્યૂરોલોજિકલ આડઅસરોમાં વધારો કરે છે. જેમાં માથાનો દુખાવો પણ સામેલ છે. આ સૌથી સામાન્ય લક્ષણો માનું એક છે. તેથી ભૂલથી પણ આ દુખાવાને અવગણશો નહીં.

4. પેટમાં ગળબળ

વિટામિન B12ની ઉણપને કારણે પેટને લગતી અનેક સમસ્યાઓ પણ ઉદભવે છે. જેના કારણે ઝાડા, ઉલટી, કબજિયાત, પેટનું ફૂલવું અને ગેસની ફરિયાદ થઈ શકે છે. આવામાં તરત જ સારવાર કરી યોગ્ય ખોરાક લેવો જરૂરી છે.

5. માનસિક પરેશાની

વિટામિન B12ની ઉણપ ને કારણે નર્વસ સિસ્ટમ પર પણ અસર પડે છે. આવી સ્થિતિમાં આપણે હતાશા, તણાવ અને ચીડિયાપણુંનો સામનો કરવો પડે છે.

Latest Stories