Connect Gujarat
આરોગ્ય 

શરીરમાં જો દેખાઇ આ લક્ષણો તો સમજજો શરીરમાં છે બીટામીન B 12ની ખામી, જાણો શું છે લક્ષણો...

શરીરના અનેક પ્રકારના વિટામિન અને મિનરલ્સ આવેલા હોય છે. એવામાં જો શરીરમાં કોઈ પણ પ્રકારના વિટામીન્સની કમી સર્જાય તો શરીર પર તરત જ અસર જોવા મળે છે.

શરીરમાં જો દેખાઇ આ લક્ષણો તો સમજજો શરીરમાં છે બીટામીન B 12ની ખામી, જાણો શું છે લક્ષણો...
X

શરીરના અનેક પ્રકારના વિટામિન અને મિનરલ્સ આવેલા હોય છે. એવામાં જો શરીરમાં કોઈ પણ પ્રકારના વિટામીન્સની કમી સર્જાય તો શરીર પર તરત જ અસર જોવા મળે છે. સારા સ્વાસ્થ્ય માટે વિટામિન બી 12 ખૂબ જરૂરી છે. અને તે આપણા શરીરમાં દિવસેને દિવસે ઘટતું જાય છે. વિટામિન બીની ઊણપના કારણે શરીર એકદમ ખોખલું થઈ જાય છે. આ ઉણપ ઘણા લોકોમાં જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ માટે તમે જો શરૂઆતમાં જ જો આવા લક્ષણોને ઓળખી જશો તો તમને ઘણો ફાયદો થશે. તો ચાલો જાણીએ એવાલક્ષણો જે બીટામીન બી12ની ખામી બતાવે છે.

શરીરમાં થાકનો અનુભવ થવો

જો તમને પણ વારંવાર થાક લાગતો હોય તો સમજવું કે તમારા શરીરમાં વિટામિન બી 12ની ઉણપ જોવા મળે છે. વિટામિન બી 12ની ઉણપના કારણે શરીરમાં ઑક્સીજન સપ્લાય ઓછો થાય છે. જેના કારણે આળસ આવે છે અને કોઈ પણ કામ કરવાનું પણ મન નથી થતું. વિટામિન બી 12ની ઉણપનો પહેલો સંકેત તહક અને નબળાઈ છે.

નાની નાની વાત ભૂલી જવી

વિટામિન બી 12ની ઉણપથી તમારી યાદશક્તિ ઘટવા લાગે છે અને તમે નાની નાની વાત પણ ભૂલી જાવ છો. આ વિટામિન બી 12ની ઉણપનો સંકેત હોય શકે છે. ઘણી વાર તમને માથામાં દુખાવો પણ થતો હોય છે આવી વાતને અવગણવા કરતાં ડોકટરની સલાહ લેવી જોઈએ.

મોંમાં છાલા પડવા

વિટામિન બી 12ની ઉયનપના કારણે મોંમાં છાલા પડી શકે છે. આ સાથે જ આંખોની રોશની પણ ઘટવા લાગે છે. તમને શરીરમાં જો આવા લક્ષણો દેખાઈ તો તરત જ ડોકટરનો સંપર્ક કરવો.

હાથ પગની નસો ડેમેજ થવી

હાથ પગની નસો ડેમેજ થાય તો સમજવું કે વિટામિન બી 12 ની ઉણપ છે. આ ઉણપથી સૌથી મોટી અસર ખાસ નસ પર પડે છે. આ માટે ઝડપથી ડોક્ટરની સલાહ લેવી. શરીરમાં જો દેખાઇ આ લક્ષણો તો સમજજો શરીરમાં છે બીટામીન B 12ની ખામી, જાણો શું છે લક્ષણો...

Next Story