Connect Gujarat
આરોગ્ય 

જમ્યા બાદ ભૂલથી પણ આ 5 ચીજો ના કરતાં, સ્વાસ્થ્યને થાય છે ગંભીર નુકશાન.....

હેલ્ધી ફૂડ ખાવાથી સ્વાસ્થ્ય હેલ્ધી રહે છે. ઘણી એવી હેલ્ધી ટેવો જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

જમ્યા બાદ ભૂલથી પણ આ 5 ચીજો ના કરતાં, સ્વાસ્થ્યને થાય છે ગંભીર નુકશાન.....
X

હેલ્ધી ફૂડ ખાવાથી સ્વાસ્થ્ય હેલ્ધી રહે છે. ઘણી એવી હેલ્ધી ટેવો જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ઘણી વાર ખાધા પછી અમુક આદતો શરીરને નુકશાન પહોચાડે છે. જેથી જમ્યા પછી અમુક વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ અને અમુક આદતોને બદલવી જોઈએ કે જેથી તે આપણાં સ્વાસ્થ્યને નુકશાન ના પહોચાડે. જાણીએ એવી 5 આદતો જે જમ્યા બાદ તરત જ ના કરવી જોઈએ.

બ્રશ ના કરવું

જો તમે જમ્યા પછી તરત જ દાંત સાફ કરો છો તો તે તમારા દાંત અને પેઢાને નુકશાન પહોચાડે છે. આના કારણે ખોરાકના કણો દાંત અને તેમના વચ્ચેની જગ્યા પર રહે છે, અને રોગ પેદા કરી શકે છે તેથી જ જમ્યા બાદ તરત જ બ્રશ ના કરવું જોઈએ.

તરત સૂઈ ના જવું

જમ્યા પછી તરત જ સૂઈ જવું એ ખરાબ આદત છે. આમ કરવાથી હાર્ટ બર્ન અને એસિડ રિફ્લેક્સન થઈ શકે છે. જેના કારણે પાચન પ્રક્રિયા ખોરવાઈ શકે છે. આથી જ્યારે પણ તમે જમ્યા પછી સૂઈ જાય ત્યારે 2 થી 3 કલાકનો સમય લો.

ભારે કસરત ના કરો

જમ્યા પછી તરત જ ભારે કસરત ના કરવી જોઈએ. આ પાચનના અંગોને બદલે સ્નાયુઓ તરફ રક્ત પરિભ્રમણ વધારી શકે છે. તેનાથી પેટની સમસ્યા, ખેંચાણ અને સુસ્તી થઈ શકે છે.

ચા કે કોફી ના પીવી

જ્યારે પણ તમે ખોરાક લો ત્યારે લગભગ એક કલાક સુધી ચા કે કોફી ના પીવી જોઈએ. જેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકશાન થઈ શકે છે. જમ્યા પછી તરતા જ કેફિન પદાર્થોનું સેવન કરવાથી પોષકતત્વો શોષતા અટકાવે છે અને ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે.

વધુ પડતું પાણી ના પીવું

જમ્યા પછી તરત જ વધુ પડતું પાણી ના પીવું જોઈએ. આના કારણે પેટમાં એસિડ પાતળું થઈ જાય છે અને પાચન પ્રક્રિયા પર વિપરીત અસર ઊભી થાય છે. તે ખોરાકને તોડવામાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી લ્થી પણ જમ્યા પછી તરત પાણી ના પીવું જોઈએ.

Next Story