/connect-gujarat/media/post_banners/c27f412b343391f8cf0b9df382d8002c0f3eb7a501a4f1f39454c120b0bdff12.webp)
શિયાળો હવે પૂરો થઇ ગયો છે અને ગરમીની શરુઆત થઇ છે, જો કે હજુ એસીની જરુર પડતી નથી.પરંતુ ગરમીની સિઝન શરુ થવાની સાથે સૌથી મોટી સમસ્યા ડિહાઇડ્રેશનની હોય છે. પાણીની ઉણપના કારણે શરીર ડિહાઇડ્રેટ થાય છે. તેમાં બેચેની, ઉલ્ટી, ઉબકા, ઝાડા, વિકનેસ જેવા લક્ષણો જોવા મળે છે. ગરમીમાં થનારી આ સામાન્ય સમસ્યા છે. લૂ લાગવાના કારણે લોકોની સમસ્યાઓ વધી જાય છે. ડિહાઇડ્રેશન હોવાના કારણે બોડીમાં પાણીની ઉણપ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે અમુક ફળો અને શાકભાજીના સેવનથી તમે આ મોટી સમસ્યાથી બચી શકો છો.
તરબૂચઃ ગરમીની સિઝન શરુ થવાની સાથે જ માર્કેટમાં તરબૂચ વેચાવા લાગે છે. તરબૂચમાં પાણીનો ભંડાર રહેલો છે, જે શરીરમાં પાણીની અછતને પૂર્ણ કરે છે. તેનાથી ડાઇજેસ્ટિવ સિસ્ટમ મજબૂત બને છે. તરબૂચમાં 92 ટકા સુધી પાણી રહેલુ છે, તેનાથી પાણીની ઉણપ પૂરી થઇ શકે છે.
ખીરા
ગરમીમાં ખીરા કાકડીનું સેવન કરવાથી ડિહાઇડ્રેશનની સમસ્યાથી રાહત મળે છે. ખીરામાં 95 ટકા પાણી હોવાના કારણે બોડીમાં પાણીની ઉણપને પૂર્ણ કરે છે. તેમાં હાજર પોર્ટેશિયમ બ્રેનને સ્વસ્થ્ય રાખે છે. તેમાં હાજર એન્ટી-ફ્લામેટરી બોડીને પણ બચાવીને રાખે છે.
સંતરા
સંતરા ગરમીમાં ગુણકારી સાબિત થાય છે. સંતરામા વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે. આ કારણે તે ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાનું કાર્ય કરે છે, તે સાથે તેમાં 95 ટકા પાણી હોવાના કારણે બોડીમાં પાણીની ઉણપને પૂરી કરે છે. તેમાં પોર્ટેશિયમ પણ હોય છે જે બ્રેન માટે લાભદાયી છે.
કેરી
ફળોનો રાજા કેરીને એમ જ નથી કહેવામાં આવતુ. કેરીમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, આયર્ન જેવા પોષક તત્વો બહુ વધારે માત્રામાં રહેલ છે. કેરી એક સારા પોષણના રુપમાં કામ કરે છે. ગરમીમાં કેરીનો રસ બેસ્ટ ડ્રિન્ક માનવામાં આવે છે. આના સેવનથી શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે.
દ્રાક્ષ
દ્રાક્ષમાં કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, સોડિયમ, વિટામીન સહિત બધા જરુરી મિનરલ્સ મળે છે. આ શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે છે. તે સાથે શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે. દ્રાક્ષ શરીરમાં એનર્જી આપવાના કામ પણ કરે છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે દ્રાક્ષનું સેવન બેસ્ટ ઓપ્શન છે.