/connect-gujarat/media/post_banners/601553776e0da2898fd6b81ffcfec0044fc42c0ba7f9379465038e4e156a2df0.webp)
શિયાળાની ઋતુમા ઘણા વિકલ્પો છે. ખાસ કરીને ખાવાના શોખીન લોકો માટે આ સિઝન ખાસ હોય છે. જો કે આ ઋતુમાં લોકો ઝડપી બીમાર પણ પડતા હોય છે, પરંતુ ખોરાકમાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરીને સ્વસ્થ રહી શકે છે. તો આ શિયાળા દરમિયા તમે ડાયટમાં લીલી ચણા સામેલ કરી શકો છો,તો આવો જાણીએ લીલા ચણા ખાવાના અનેક ફાયદા વિષે...
1. પ્રોટીનથી ભરપૂર :-
લીલા ચણા એટલે કે (જિંજરા) પ્રોટીનથી ભરપૂર હોય છે. જો તમે શાકાહારી છો, તો તમે તમારા ડાયટમાં આ જરૂર સામેલ કરી કરી શકો છો.
2. ફાઈબરથી ભરપૂર :-
લીલા ચણા માથી ફાઈબર ભરપૂર માત્રામાં મળી જાય છે, તો તમે લીલા ચણાને ડાયટમાં જરૂર સામેલ કરી શકો છો, લીલા ચણા લાંબા સેમી સુધી પેટને ભરલું રાખે છે.
3. હાર્ટને હેલ્ધી રાખે છે :-
લીલા ચણામાં સેચ્યુરેટેડ ફેટ,સોડિયમની માત્રા ઓછી હોય છે, માટે હાર્ટ માટે ફાયદાકારક માનવમાં આવે છે.
- લીલા ચાણાને સાલાડ તરીકે પણ ખાઈ શકાય છે.
- તેને પ્રેસર કૂકરમાં ઉકાળો, અને તેમાં મીઠું અને લીંબુ મિક્સ કરીને ખાય શકે છે.
- લીલા ચણાનું શાક અને પરોઠા બનાવી શકાય છે.